વજન ઘટાડવા આપણે અવનવો આહાર લેતા હોઈએ છે, એવામાં સાઉથ ઈન્ડીયન બ્રેકફાસ્ટ સૌથી સારો માનવામાં આવે છે. પ્રોટીન યુક્ત આ બ્રેકફાસ્ટ તમને વજન નિયંત્રણ કરવામા મદદ કરે છે. રોંજીદા ખોરાકથી બ્રેક લઈને સાઉથ ઈન્ડીયનનો આ બ્રેકફાસ્ટ ટ્રાય કરો. ચાલો જાણીએ વધુમાં
ફર્મન્ટેડ રાઈસ અને દાળના બેટરથી બનાવવામાં આવતી ઈડલી પેટ માટે હળવી હોય છે, તે બ્રેકફાસ્ટમાં ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. ઈડલીને ટેસ્ટી તીખા સાંભર અને નારીયેળની ચટની સાથે ખાઈ શકો છો.
ઢોંસા પણ ફર્મન્ટેડ રાઈસ અને દાળના બેટરથી બનાવવામાં આવતો એક ટેસ્ટી બ્રેકફાસ્ટ છે. બટાકા, પનીર અને બીજા વેજીસના સ્ટફીંગ કરીને ઢોંસાને ખાઈ શકાય છે.
સોજીથી બનાવવામા આવતો ઉપમા વેઈટ લોસ માટે બેસ્ટ ઓપ્શન છે. ઉપમામાં તમે વેજીટેબલ્સ, મસાલા અને શીંગદાણા નાખીને ટેસ્ટી બનાવી શકો છો.
ફર્મન્ટેડ રાઈસ બેટર અને નારીયેળના દૂધથી બનતી આ ડીશ સોફંટ અને થોડી ક્રન્ચી હોય છે. આ ટેસ્ટમાં મીઠી લાગે છે.
વજન ઘટાડવા સેમીયા ઉપમા એક હેલ્ધી બ્રેકફાસ્ટ ઓપ્શન છે. ઉપમાનો આ વેરીયન્ટ, મસાલા, શાકભાજી અને સેવૈયાથી બનાવામાં આવે છે.
પોંગલ વેઈટ લોસ માટે હળવો અને સરળ ખોરાક છે. આને ચોખ્ખા અને દાળથી બનાવવામાં આવે છે, અને જીરા, મરી અને કાજુનો તડકો લગાવી સર્વ કરવામા આવે છે.
વેઈટ લોસ માટે આ ડીશ ઘણી ઉપયોગી નીવડે છે, જરૂરથી ટ્રાય કરજો. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.