વાળ ખરવાની કે તૂટવાની સમસ્યા હાલ યંગસ્ટરમાં ઘણી જોવા મળે છે, જેની પાછળ બદલાતી જીવનશૈલી, પ્રદૂષણ, અને કેટલીક ખરાબ આદતો છે. આ સમસ્યાના નિકાલ માટે વાળ પ્રત્યેની કેટલીક સાવચેતી રાખવી અનીવાર્ય બને છે, આ સ્ટોરીમાં આપણે જાણીશું, કેટલાક ડુ’સ એન્ડ ડોન્ટસ
સ્વચ્છ કાંસકો રાખવો, એ વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જરુરી છે, ગંદા કાંસકો વાળ ખરવાનું કારણ બની શકે છે વાળને સ્વચ્છ રાખવા કાંસકો સમય સમય પર સાફ કરતા રહેવુ જરુરી છે, તેનાથી વાળ પણ નહી તૂટે.
ભીના વાળમા કોમ્બિંગ કરવું વાળ માટે સારુ નથી, ભીના વાળમા કોમ્બિંગ કરવાથી વાળ તુટે છે. ભીના વાળ નબળા હોય છે, અને કોમ્બિંગ કરવાથી જલદી તુટી જાય છે
ઉતાવળે કાંસકો કરવાથી વાળને નુકસાન પહોંચે છે, અને આનાથી વાળ પણ વધુ ખરે છે.
લાકડાનો કાંસકો તમારા સ્કાલ્પ માટે ઘણો સારો રહે છે, તેનાથી કોમ્બિંગ કરવાથી વાળને એટલુ નુકશાન નથી થતું. વાળ ઓળવા માટે પ્લાસ્ટિકના કાંસકોનો ઉપયોગ ન કરવો જોઈએ.
વાળ ઓળતી વખતે, સૌપ્રથમ નીચેના ભાગથી શરૂ કરવું જોઈએ. ત્યારપછી તેને ઉપરના ભાગને સોર્ટ કરો, આમ કરવાથી વાળ ઓછા તૂટે છે.
જો તમે તમારા વાળને લાંબા અને જાડા રાખવા માંગતા હોવ તો આગળ જણાવેલ વસ્તુઓને ધ્યાનમાં રાખજો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.