ગેસ બર્નર આ રીતે સાફ કરો થઈ જશે નવા જેવુ


By Smith Taral05, Jan 2024 03:50 PMgujaratijagran.com

ગેસનો ઉપયોગ દિવસમાં આપણે ઘણી વાર કરીએ છીએ તેમા રસોઈ કર્યા પછી બર્નર સાફ કરવું અઘરુ થઈ પડે છે. જમવાનું બનાવતી વખતે બર્નર પર ઘણી વસ્તુઓ પડી જતી હોય છે, એને જો સાફ કરવામાં ના આવે તો તે જમા થઈ જાય છે. તેને સાફ કરવા માટે તમે ઈનો અને લીંબુનો ઉપયોગ કરી શકો છો.

ગેસ બર્નરની સફાઈ

ગેસ બર્નરને સાફ કરવા માટે વધારે મેહનતની જરૂર નથી, આની માટે તમારે સરળ પદ્ધતિ અપનાવી શકો છો. સાફ કરવાની આ માહિતી Kitchen maan નામના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પરથી મળી છે.

ગેસ બર્નર સફાઈ કરવા સામગ્રી

ગરમ પાણી - 1 વાટકી, Eno-1 પેકેટ, લીંબુ-1, મીઠું - 1 ચમચી, ખાવાનો સોડા - અડધી ચમચી ડીશવોશ- જરૂરિયાત મુજબ

સ્ટેપ 1

સૌ પ્રથમ એક બાઉલમાં ગરમ પાણી લઈ તેમા ગેસ બર્નર મૂકો. તેને પાણીમાં સારી રીતે ડુબાડો જેથી તેને સરળતાથી સાફ કરી શકાય

સ્ટેપ 2

હવે પાણીમાં લીંબુનો રસ, ઈનો, મીઠું અને ખાવાનો સોડા ઉમેરો, અને મિક્ષ કરી લો. આ મિક્ષરમાં બર્નર મૂકો જેથી તેની ચીકનાઈ સાફ થઈ શકે છે.

સ્ટેપ 3

મિક્ષરમાં બર્નર 4 કલાક પલાળી રાખો, હવે સ્ક્રબરમાં ડીશવોશ નાખીને તેને વ્યવસ્થીત ઘસી લો.

કેવી રીતે સાફ કરશો

બર્નરને કાઢીને બ્રશની મદદથી 10 મિનિટ સુધી ઘસો, આમ કરવાથી તે પહેલા જેવું નવું થઈ જશે

આ સ્ટેપ્સને ફોલો કરીને તમે ગંદા ગેસ બર્નરને સરળતાથી સાફ કરી શકો છો, તેની સાથે જ બર્નરના તમામ છિદ્રો પણ ખુલી જશે.સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, અપનાવો આયુર્વેદના આ ઉપાયો