શિયાળામાં આપણે શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતા હોઈએ છે, એને લીધે કબજિયાતની સમસ્યા ઊભી થતી હોય છે. આમાં પેટ યોગ્ય રીતે સાફ ના રહેવાના લીધે અકળામણ અનુભવાતી હોય છે, અને ભૂખ પણ નથી લાગતી. કબજિયાતથી રાહત મેળવવા માટે વિવિધ પ્રકારના પાવડર અને દવાઓનું સેવન કરવાથી પણ ક્યારેક રાહત નથી મળતી.આવી સ્થિતિમાં કેટલાક આયુર્વેદિક ઉપાયો કરી શકાય છે. ચાલો જાણીએ
કબજિયાતમાં હૂંફાળું પાણી પીવાથી રાહત મળે છે. હૂંફાળું પાણી પેટ માટે ઘણું સારુ માનવામાં આવે છે. જમ્યા પહેલા કે પછી 20 મિનિટ નવશેકું પાણી પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.
દૂધ સાથે ઘીનું સેવન કબજિયાતથી રાહત મેળવવા માટે એક સારો ઉપાય છે. આ માટે તમારે એક ગ્લાસ દૂધમાં 1 ચમચી દેશી ઘી નાખીને પીવું, આ કરવાથી મળ પસાર કરવામાં સરળતા રહે છે અને પેટ સારી રીતે સાફ થાય છે. આમા ગાયનું દેશી ઘી અસરકારક નિવડે છે.
અળસીના બીજનું સેવન કરવાથી પણ કબજિયાતથી રાહત મળે છે. ફાઈબરથી ભરપૂર અળસીના બીજ પેટ સાફ કરવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા 1 કપ પાણીમાં 1 ચમચી શણના બીજને ઉકાળી, ઠંડુ કરી પીવું જોઈએ.
ત્રિફળાનું સેવન કરવાથી કબજિયાતમા રાહત મળે છે. ત્રિફળા પેટની સમસ્યાઓ દૂર કરવા મદદરુપ બને છે. 1 ચમચી ત્રિફળાને 1 કપ ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ આ પાણી પીવો.
સફરજન પોષક તત્વોથી ભરપૂર ફળ છે. ફાઈબર, પ્રોટીન, સોડિયમ, પોટેશિયમ, આયર્ન અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે. સફરજન ખાવાથી પાચનતંત્ર સારુ થાય છે. દિવસમાં એક સફરજન ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે.
આ આયુર્વેદિક ઉપાયોનો અપનાવી શકાય છે. રોગ અથવા એલર્જીની સમસ્યા હોય તેમને ડૉક્ટરની સલાહ લીધા પછી આ ઉપાયોને અનુસરવું જોઈએ. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.