આપણા ઘરમા અઠવાડીયામાં એક બે વાર મગની દાળ બનતી જ હોય છે. મગની દાળ ખાવી સ્વાસ્થ્ય માટે પણ એટલીજ સારી ગણાય છે. મગની દાળમાં કોપર, ફોલેટ, રાઈબોફ્લેવીન, વિટામીન, વિટામીન- C, ફાઈબર, પોટેશિયમ, ફોસ્ફરસ જેેવા ગુણો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. મગની દાળ ખાવાના ઘણાં ફાયદાઓ થાય છે, ચાલો વધુમાં જાણીએ.
મગની દાળમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે, એવામાં રોજ આનું સેવન કરવાથી વજન પર નિયંત્રણ લાવી શકાય છે.
આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામીન- B કોમ્પલેક્સ અને પ્રોટીન જેવા તત્વોથી ભરપૂર મગની દાળનું સેવન કરવાથી શરીરની કમજોરી દૂર થઈ જાય છે, અને એનર્જી વધે છે.
મગની દાળ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ મેનેજ કરી શકાય છે. આ શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવા મદદ કરે છે.
મગની દાળનેે ડાયેટમાં લાવવાથી શુગરનું લેવલ મેઈનટેન રહે છે. આવામાં દાળનું સેવન ઘણું ફાયદાકારક માનવામાં આવે છે.
વિટામિન્સ અને એંટીઓક્સીડન્ટથી ભરપૂર મગની દાળને ખાવાથી શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. આ ખાવાથી ઘણા પ્રકારની બીમારીયોનો ખતરો ઘટી જાય છે.
મગની દાળમાં ફાઈબર, પોટેશિયમ અને મેગનેશિયમ ઘણી સારી માત્રામા મળી આવે છે. ફાઈબર શરીરની ગંદકી સાફ કરે છે, અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
જો તમે પણ આ લાભ લેવા માંગતા હોવ તો આજેજ મગની દાળ ખાવાનું શરુ કરો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.