ચા પીવાનો શોખ છે? આ 7 ભુલો ક્યારેય ના કરતા


By Smith Taral04, Jan 2024 04:34 PMgujaratijagran.com

ચાનુ નામ સાંભળતાજ ઘણાંને ચા પીવાનું મન થઈ જતુ હોય છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાનો ખૂબ ક્રેઝ જોવા મળે છે. પણ તમે જાણો છો, કે ચા પીવાનાં કેટલાક ઘેરફાયદા પણ છે, જે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. જો આ સમયે અને આ રીતથી ચા પીતા હોવ તો ચેતી જજો, ચાલો જાણીએ કે ચા પીવા સંબધિત કંઈ ભૂલો તમારે ના કરવી જોઈએ.

ખાલી પેટ ચા

ચાને ખાલી પેટે ક્યારેય ના પીવી જોઈએ, તેનાથી એસિડીટીની તકલીફ ઊભી થાય છે. ચા સાથે હળવો નાશ્તો કરવો પણ આવશ્યક છે, પરંતુ ખાલી પેટે એકલી ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી નથી.

સૂતા પહેલા

સૂતા પહેલા ચાનુ સેવન ટાળવું જોઈએ, આવું કરવાથી ઊંઘ ખરાબ થઈ શકે છે. જો તમારે ચા પીવીજ હોય તો તમે ઊંઘવાના લગભગ 6-8 કલાક પહેલા પી શકો છો.

વધારે ના પીવી

વધારે પ્રમાણમાં ચા પીવી પણ સમસ્યા ઊભી કરી શકે છે, જો તમને વારંવાર ચા પીવાની ટેવ હોય તો તેના પર નિયંત્રણ લાવવું જોઈએ, અને દિવસમાં માત્ર 1-2 જ કપ ચા પીવી જોઈએ.

You may also like

આ 7 લોકોએ ટમેટા ન ખાવા, મુશ્કેલી વધી શકે છે

ઠંડીમા આદુનુ પાણી પીવાથી મળે છે આ ફાયદા

વધારે ખાંડ

ચા બનાવતી વખતે ખાંડની માત્રાનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. ઓછી ખાંડ વાળી ચા શરીરને નુકસાન નથી પહોંચાડતી, અને શરીર સ્વસ્થ રહે છે.

ચા સાથે જમવાનું

ચા સાથે તમારે ડિનર કે લન્ચ ના કરવું જોઈએ, ચા પીધાં પછી અડધા કે કલાક પછી તમે જમી શકો છો.

ચા અને લીંબું

ચા સાથે લીંબુ કે કોઈ ખાટી વસ્તુઓ ના ખાવી જોઈએ, આ એસીડીટી અને પાચન સંબધિત બીમારીઓ નોતરી શકે છે.

ચા પીતી વખતે આવી ભૂલો ના થાય તે યાદ રાખવું, કારણ કે આવી ટેવો શરીરને નુકશાન પહોચાડે છે. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

આ કસરતો કરવાથી શિયાળાના ઠંડા દિવસોમાં મળશે રાહત