જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે, તેવામાં ઠંડી પણ એટલીજ વધી ગઈ છે. રજાઈમાંથી નીકળવાનું મન ના થાય એવી ઠંડીમાં કસરત કરવી પણ એટલીજ જરૂરી બની જાય છે. વધારે સમય સુધી ઊંઘી રહેવાથી, શરીરમાં જકડન અનુભવાય છે, એવામા આ કસરતો કરવાથી તમને રાહત મળશે. ચાલો જાણીએ, કેવી કસરતો શિયાળાના દિવસોમાં કરવાથી ગરમી અને શરીરને આરામ મળે છે.
શિયાળામાં ગરમી મેળવવા માટે આ સૌથી સારી કસરત છે. આ કસરત કરવા માટે તમારે કોઈ મોટી જગ્યાની જરૂર નથી, તમે તમારા રુમમાં પણ આ કસરત કરી શકો છો.
સ્કીંપીંગ કરવાથી શરીરમાં ગરમી સાથે, ઘુંટણ અને એેંકલને મજબૂત બનાવવામાં મદદ મળે છે. આ સિવાય શરીર જકડાઈ ગયું હોય તો તેમાથી પણ રાહત મળે છે.
આ કસરત કરવા માટે તમારે પ્લેન પોઝીશનમાં આવી જવું, આ કરતી વખતે તમારી ગરદન, પીઠ અને નિતંબને સ્ટ્રેયટ રાખવા. હવે તમારા પેટના મસલ્સને ટાઈટ કરી લેવા
આ કસરત કરવાથી શરીરમાં ગરમી પ્રસરે છે, અને સાથે શરીરને ફીટ રાખવામાં પણ મદદ મળે છે.
આ કસરત માટે સૌથી પહેલા જમીન પર પેટના બળે સૂઈ જાઓ, હવે કોણી અને પંજાની મદદથી શરીરને ઉપર તરફ ઉઠાવો. હવે હાથોને ખભાની નીચે રાખી લો, અને પૂરી બોડીને સીધી કરી લો.
આગળ જણાવેલ પોઝીશનમાં 10-30 સેકન્ડ સુધી રહેવાનો પ્રયાસ કરો. હવે ફરી નોર્મલ અવસ્થામાં આવી જાઓ. આ કસરત કરવાથી શરીરમાં ગરમી પ્રસરે છે, અને સાથે શરીરને ફીટ રાખવામાં પણ મદદ મળે છે.
આ કસરતોને રોજ 10 મિનીટ કરવાથી શિયાળાના ઠંડા દિવસોમાં ગરમ રહેવાય છે, અને ઓવરઓલ ફિટનેસ પણ જળવાઈ રહે છે. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.