જુની ટીશર્ટને ફેંકશો નહિં આ રીતે ક્રીએટીવલી યુઝ કરો


By Smith Taral03, Jan 2024 07:07 PMgujaratijagran.com

ઘરમાં એવી ઘણી ટીશર્ટ હોય છે, જે જૂની થયા પછી આપડે વપરાશમાં લેતા નથી. આવી ટીશર્ટોને આપણે કાંતો પોતુ કે ધુળ સાફ કરવાનું કપડુ બનાવી દેતા હોઈએ છે. પણ તમે જાણો છો આનો ઘણી અનોખી રીતે પણ યુઝ કરી શકાય છે. આ સ્ટોરીમાં આપણે એજ જોઈશું, કે કેવી રીતે આપણે જૂની થયેલી ટીશર્ટોને ક્રીએટીવલી યુઝ કરી શકીએ છે.

બેડશીટ બનાવી શકાય

જૂની થયેલી ટીશર્ટોને જોડીને તમે સુંદર ચાદર પણ બનાવી શકો છો, અવનવી ટીશર્ટોને જોડીને બનાવેલી ચાદર ખૂબ સુંદર લાગે છે.

આર્ટ પીસ બનાવો

જૂની ટીશર્ટનો યુનીક રીતે પણ વપરાશ કરી શકાય છે. જે ટીશર્ટ પર સુંદર ગ્રાફીક્સ અને ક્વોટ્સ હોય તેને ફ્રેમ પર લગાવીને રૂમમાં લગાવી શકાય છે.

એસેસરીઝ બનાવી શકાય

જૂની ટીશર્ટથી તમે એસેસરીઝ બનાવી શકો છો, આનાથી તમે હેન્ડ બેન્ડ, રીંગ કે બ્રેસલેટ બનાવી શકાય છે. એ આ સાથે બાળકો માટે સુંદર એસેસરીઝ પણ બનાવી શકાય.

You may also like

શિયાળામાં ઘરે ધાબળા કેવી રીતે સાફ કરવા

ગેસ બચાવવાની ટિપ્સ : શિયાળામાં ઘરે રાંધણ ગેસનો વપરાશ કેવી રીતે ઓછો કરવો?

કબાટમા પાથરી શકાય

જૂની ટીશર્ટની કબાટમા પાથરીને કપડાને ધુળથી બચાવી શકાય છે. તેનાથી તમે કીચન અને બાથરુમના કબાટની પણ સાફ સફાઈ કરી શકાય છે.

ડોરમેટ બનાવી શકાય

એક સરસ ડોરમેટ ઘરનાં આંગણાની શોભા વધારે છે, રંગબેરંગી ટીશર્ટને જોડીને ક્રીએટીવ ડોરમેટ બનાવી શકાય છે.

જૂની ટીશર્ટને તમે આવી યુનીક રીતે ઉપયોગમાં લઈ શકો છો. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

શિયાળામાં પાલકનાં ભજીયા ટ્રાય કર્યા? ના કર્યા હોય તો આજે જ કરો જાણી લો રેસીપી