શિયાળામાં પાલકનાં ભજીયા ટ્રાય કર્યા? ના કર્યા હોય તો આજે જ કરો જાણી લો રેસીપી


By Smith Taral03, Jan 2024 05:40 PMgujaratijagran.com

શિયાળાના ઠંડા દિવસોમાં ભજીયા વધારે સ્વાદીષ્ટ લાગે છે, ચા સાથે કૂરકૂરા ભજીયા ખાવાની મજા જ કંઈ ઓર છે. આજે અમે તમને પાલકનાં ભજીયા બનાવતા શીખવાડીશું. પાલકનાં ભજીયા બનાવાની આ રેસીપી જાણી લો.

સામગ્રી

પાલક - 250 ગ્રામ, ચણાનો લોટ- 1 કપ, હળદર- 1/4 ચમચી, ચોખાનો લોટ- 1-2 ચમચી, આદુ-લસણની પેસ્ટ - 1 ચમચી, અજમો- ½ ચમચી, ચાટ મસાલો - ½ ચમચી, વેજીટેબલ મસાલો - ½ ચમચી લીલા મરચા - 3-4 (બારીક સમારેલા), મીઠું - સ્વાદ મુજબ, તેલ- જરૂરિયાત મુજબ

સ્ટેપ 1

પાલકનાં ભજીયા બનાવવા માટે પાલકને વ્યવસ્થિત રીતે ધોઈને તેના નાના નાના ટુકડામાં કાપી લો.

સ્ટેપ 2

હવે એક બાઉલમાં બેસન અને પાલકને મેળવી લો, પછી આગળ જણાવેલ બધી વસ્તુઓને મીક્સ કરી, થોડું થોડું પાણી રેડીને બેટર બનાવી લો.

You may also like

રાઈસ રેસીપી : પરફેક્ટ અને સ્વાદિષ્ટ ભાત બનાવવાની રીત

ઉતરાયણ સ્પેશ્યલ ઊંધિયું : આ રીતે ઘરે જ બનાવો માર્કેટ જેવું ટેસ્ટી કાઠિયાવાડી ઊંધ

સ્ટેપ 4

હલકા બ્રાઉન ના થઈ જાય ત્યાંસુધી ફ્રાય કરો, ફ્રાય કરેલા ભજીયાને પેપર ટાવલ પર કાઢો એટલે એક્સટ્રા તેલ નીકળી જાય.

સ્ટેપ 5

હવે ગરમાગરમ પાલકના ભજીયાને લીલી અને લાલ ચટની સાથે સર્વ કરો, તમે આને ગરમાગરમ આદું વાળી ચા સાથે પણ ખાઈ શકો છો.

ટીપ્સ

તમે પાલકનાં ભજીયા, એને કાપ્યા વગર પણ બનાવી શકો છો, પાલકનાં પત્તા પર બેસનનું બેટર લગાવીને પણ તેના ભજીયા બનાવી શકો છો.

તો આજેજ બનાવો પાલકનાં સ્વાદીષ્ટ ભજીયા, અને કડકડતી ઠંડીમાં રાહત મેળવો.સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

કોફી કરશે ટેનિંગ રીમુવ જાણો કેવી રીતે