શિયાળાની કડકડતી ઠંડીમાં તડકો ખૂબ સારો લાગતો હોય છે, અને વહેલી સવારનો કુણો તડકો સ્વાસ્થ્ય માટે સારો ગણાય છે. પણ એ સિવાય બપોરના તડકો લેવા એટલો યોગ્ય નથી, તેનાથી તમે ટેન થઈ શકો છો અને ઈરીટેશન પણ થાય છે. તો ચાલો જાણીએ, આ ટેનિંગને તમે કેવી રીતે દૂક કરી શકો છો, એ પણ કોફીનો ઉપયોગ કરીને.
કોફીમાં નારીયેળ તેલ, અને ખાંડનો પાવડર મેળવીને ફેસ પર હળવા હાથે સ્ક્રબ કરો. આનાથી સ્કીન પર થયેલું ટેનિંગ અને ડેડ સેલ્સ બંનેથી છુટકારો મળે છે.
1 ચમચી કોફીમાં, 2 ચમચી દહીં અને ચપટીભર હળદર મેળવીને ટેન થયેલા પાર્ટ પર લગાવો, અને 10-15 મિનીટ સુધી રહેવા દો. ત્યારપછી તેને ચોખ્ખા પાણીથી ધોઈ કાઢો. આ ઉપચાર તમે અઠવાડિયામાં 1-2 વાર કરશો તો તમને પરિણામ સારું મળશે.
જો તમારી સ્કીન ડ્રાય છે, તો ટેનિંગ હટાવવા તમારે કોફી અને દૂધનો ઉપયોગ કરવો જોઈએ. કોફીમાં કાચુ દૂધ અને મધ મેળવીને તેને ફેસ પર લગાવી લો, સુકાયા પછી તેને પાણીથી ધોઈ લો. આ પેકને અઠવાડિયામાં 1-2 વાર લગાવાથી ટેન ઓછા સમયમાં દૂર થઈ જશે.
ટેનિંગ હટાવવા માટે કોફી પાવડરમાં ઓલીવ ઓઈલ મેળવીને હળવા હાથે સ્ક્રબ કરો, આનાથી સ્કીન સાફ અને મુલાયમ થશે.
2 ચમચી કોફીમાં, 2-3 ચમચી એલોવેરા જેલ મેળવીને ટેન થયેલા પાર્ટ પર લગાવો. 20 મિનીટ પછી ફેસ ધોઈ લો, આ કરવાથી ફેસ પરના ડાગ અને ખીલ દૂર થશે.
ટેનિંગ હટાવવા તમે ડાયરેક્ટ કોફી પાવડરને ઉપયોગમાં લઈ શકો છો, આમાં તમે દૂઘની મલાઈ ઉમેરી ફેસ પર લગાવી હળવા હાથે સ્ક્રબ કરો. આ ઉપચારો તમને ટેંનિગ દૂર કરવામાં મદદ કરશે.
આ ઉપચારો તમને ટેંનિગ દૂર કરવામાં મદદ કરશે. આ ઉપચારો તમને ટેંનિગ દૂર કરવામાં મદદ કરશે. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, અને આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.