જો ટાઇલ્સને લાંબા સમય સુધી સાફ કરવામાં ન આવે તો ટાઇલ્સ પર શેવાળ જમા થાય છે. અને ખરાબ ટાઇલ્સથી ઘરની શોભા પણ ખરાબ થાય છે. ડિટરજન્ટથી કે બીજા ફ્લોર કલીનરથી પણ ટાઇલ્સ સાફ નથી થતી, આવી સ્થિતિમાં અમે તમારા માટે એવા ઉપાયો લઈને આવ્યા છે, જે તમારી આ સમસ્યાનો નિકાલ લાવી શકે છે.
વિનેગરથી ટાઇલ્સ પરના શેવાળને સારી રીતે સાફ કરી શકાય છે. આની માટે પાણીમાં બરાબર પ્રમાણમાં સરકો મિક્સ કરો, ત્યારપછી આ સોલ્યુશનને ટાઇલ્સ પર રેડો અને 20 મિનિટ માટે છોડી દો. બાદમાં તેને ઘસીને સાફ કરો.
લીંબુનો રસ જેવા દેશી ઉપાયથી પણ તમે ટાઇલ્સ પરના શેવાળ સરળતાથી દૂર કરી શકો છો. આ માટે લીંબુને વચ્ચેથી કાપીને ટાઇલ્સ પર ઘસો. આ પછી તેને સ્ક્રબ કરો.
બેકિંગ સોડાને વિનેગરને મિક્સ કરીને એક સોલ્યુશન બનાવો અને તેને ટાઇલ્સ પર રેડો. આવું કરવાથી બધા શેવાળ ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે.
ટાઇલ્સ પરની ગંદકી સાફ કરવા માટે બ્લીચનો ઉપયોગ કરી શકાય છે. તેને ટાઇલ્સ પર રેડો અને તેને સારી રીતે ઘસો. આ પછી તેને ગરમ પાણીથી સાફ કરો.
મીઠું પણ ટાઇલ્સ પરની ગંદકી સાફ કરવા માટે વાપરવામાં આવે છે. આ માટે ટાઈલ્સ પર મીઠું અને લીક્વીડ સોપ નાખીને ઘસવાથી ટાઇલ્સ પરની ગંદકી સાફ થાય છે.
ટાઇલ્સ પર ડીટરજન્ટ રેડીને અને બ્રશથી સ્ક્રબ કરવાથી પણ ટાઇલ્સ સારી રીતે સાફ થાય છે. આ પછી, ગરમ પાણી ઉમેરીને સાફ કરવાથી પરિણામ સારૂ મળે છે.
તમે આ પદ્ધતિઓ દ્વારા ટાઇલ્સ પરના શેવાળને પણ સાફ કરી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આવીજ જરૂરી અને મહત્વની જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.