સરસવના તેલનો ઉપયોગ શાક,પુરી,પરોંઠા વગેરે ખાદ્ય વસ્તુઓ બનાવવામાં થાય છે. શું તમે જાણો છો કે આજકાલ માર્કેટમાં ભેળસેળયુક્ત સરસવનું તેલ ખૂબ જ ઝડપથી વેચાઈ રહ્યું છે.આ તકે તમારે સાવધાન રહેવાની જરૂર છે.
તમે તમારે તમારા હાથમાં થોડું સરસવનું તેલ લો અને પછી તેને તમારા હાથથી ઘસવાથી તેલમાં ભેળસેળ જાણી શકાય છે.
જો સરસવના તેલને હાથમાં માલીશ કર્યા પછી તેનો રંગ કે ગંધ અલગ જ આવે છે તો તેમાં ભેળસેળ કરવામાં આવી છે, શુદ્ધ સરસવનું તેલ હોય તે ચીકણું હોય છે.
બજારમાં વેચાતું ભેળસેળયુક્ત સરસવનું તેલ જે પાતળું કે પાણીયુક્ત હોય છે. આ સિવાય તમે સરસવના તેલને ફ્રિજમાં રાખવાથી પણ ભેળસેળ વિશે જાણી શકો છો.
એક વાટકી સરસવનું તેલ લઈને ફ્રીઝમાં રાખો,જો સરસવનું તેલ ઘટ્ટ થયા પછી સફેદ ડાઘ દેખાય તો સમજવું કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.