ઘણી વાર પેટ ભરીને જમ્યા પછી પણ રોટલી વધી જતી હોય છે અને અને ખોરાકને ફેંકવો એ પણ ઉચિત નથી,પણ તમે જાણો છો તે વધેલી રોટલીઓનો આપણે બીજી અનેક રીતે ઉપયોગમાં લઈ શકીએ છે. આ સ્ટોરીમાં આપણે એ જ જાણીશું કે કેવી રીતે આપણે લેફ્ટઓવર રોટલીની નવી ડીશ બનાવી તેને ઉપયોગમાં લઈ શકાય છે
તમે વઘેલી રોટલી ઉપર ચીઝ, પિત્ઝા સોસ અને તમારી ફેવરીટ વેજીસનું ટોંપીગ કરીને એક થીન ક્રસ્ટ પિત્ઝા બનાવીને ખાઈ શકો છો.
આમાં રોટલીને નાચોઝના શેપમાં કટ કરી લો અને તેેને તળી લો જ્યાં સુધી ક્રીસ્પી ના થઈ જાય. તેને ટોમેટો સાલસા, ચીઝ અથવા દહીં સાથે એ્ન્જોય કરી શકો છો. આમા તેલ વધારે હોય છે માટે તેને ક્યારેક જ ખાવું
રોટલીને પાણીમાં પલાળીને તેને મેશ કરી લો, હવે તેમાં ચોપ વેજીસ અને બેસન ઉમેરી લો. તેના ઉપર હર્બ્સ અને મસાલા નાખો અને તેને કટલેસના શેપમા બનાવી લો, હવે પેનમા તેલ ગરમ કરી તેમા ફ્રાય કરી લો
રોટલીને ક્રશ કરી લો ત્યારપછી, પેનમાં થોડુ તેલ રેડી તેમાં રાઈ, મીઠો લીમડો, લીલા મરચા અને નાની સમારેલી ડુંગળી નાખીને વઘાર કરી લો. આમા તમારે કોઈ વેજીસ એડ કરવી હોય તો કરી શકો છો.
રોટલી રોલ્સ અથલા વ્રેપ પણ બનાવી શકાય છે, આની માટે રોટલી પર માયોનીઝ અને ગ્રીન ચટણી સ્પ્રેડ કરી લો, આમા તમે તમારી ફેવરીટ વેજીસ પણ એડ કરી શકો છો અથવા પનીર અને ચીકનના પીસીસ પણ લઈ શકો છો, પછી તેમા સ્વાદઅનુસાર મસાલા એડ કરીને એન્જોય કરો
રોટલી ચીપ્સને તમે ફિલ્મ જોતા કે મિડ ડે મીલમાં ખાઈ શકો છો. આ બનાવવા માટે વધેલી રોટલીને ચીપના શેપમાં કટ કરી લો અને તેને ડીપ ફ્રાય કરી લો, હવે તેના પર મરીનો પાવડર અને બાકી મસાલા નાખીને સર્વ કરો.
રોટલીના નાના ટુકડા કરી તેમાં તેમા વેજીસ અને બાફેલા ચણા કે રાજમા નાખીને સલાડ બનાવી લો, તેની પર લીંબુનો રસ, મરી પાવડર અને મીઠું ઉમેરી તેને વઘારે ટેસ્ટી કરી શકો છો.
અવન 180 ડીગ્રી પર પ્રી હીટ કરી લો પછી રોટલીને ત્રિકોણ આકારમાં કાપી લો. હવે એક બોઅ્લમાં ઓલીવ ઓઈલ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, બ્લેક સોલ્ટ અને ચાટ મસાલા એડ કરી લો. હવે તેમા રોટલીના ટુકડાને તેમા મીકસ કરી લો, અને તેને અવનમા એક મિનીટ માટે બેક થવા મુકી દો.