રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં સ્પ્રિંગ રોલ્સ ઘરે બનાવો


By Vanraj Dabhi28, Feb 2024 03:14 PMgujaratijagran.com

સ્પ્રિંગ રોલ્સ

જો તમને સાંજે કંઈક મસાલેદાર ખાવાનું મન થાય તો તમે ઘરે જ સ્પ્રિંગ રોલ્સ બનાવીને ખાઈ શકો છો. ચાલો જાણીએ તેની સરળ રેસિપી.

સામગ્રી

કોબીજ,ગાજર,કેપ્સીકમ,લસણ-આદુની પેસ્ટ,લીલા મરચા,ડુંગળી,નૂડલ્સ,ચિલી સોસ,ટોમેટો સોસ,મીઠું સ્વાદ મુજબ,લાલ મરચું પાવડર,કાળા મરી પાવડર,તેલ જરૂરિયાત મુજબ,લોટ,બેકિંગ પાવડર.

સ્ટેપ- 1

સ્પ્રિંગ રોલ્સ બનાવવા માટે સૌ પ્રથમ લોટમાં બેકિંગ પાવડર મિક્સ કરીને લોટ બાંધીને પછી તેને સેટ થવા દો.

સ્ટેપ-2

હવે સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી તેમાં ડુંગળી,લીલા મરચા અને આદુ-લસણની પેસ્ટ નાખીને નરમ થાય ત્યાં સુધી ફ્રાય કરો.

સ્ટેપ-3

હવે તેમાં તમામ શાકભાજી જેમ કે કોબીજ, ગાજર, કેપ્સિકમ વગેરે ઉમેરીને ઢાંકીને પકાવી લો.

સ્ટેપ-4

પછી તેમાં મીઠું,કાળા મરી અને લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરીને તેમાં સોયા સોસ,ચીલી સોસ અને ટોમેટો સોસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

સ્ટેપ-4

હવે લોટમાંથી નાના-નાના બોલ બનાવીને રોટલી જેવી પાતળી વણી લો પછી તેને ચોરસ આકારમાં કાપીને બેક કરી લો.

સ્ટેપ-5

હવે આ રોટલી પર તૈયાર સ્ટફિંગ ફેલાવો અને પછી રોલ બનાવી ગરમ તેલમાં તળી લો.

સર્વ કરો

હવે તેના નાના ટુકડા કરી લો અને તેને લાલ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

તમે ઘરે સ્પ્રિંગ રોલ્સ પણ બનાવી શકો છો,રેસીપી ગમે તો શેર કરજો અને આવી બીજી રેસિપી જાણવા ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મુંબઈ સ્ટાઇલ સેવપુરી બનાવવાની રીત