મુંબઈ સ્ટાઇલ સેવપુરી બનાવવાની રીત


By Vanraj Dabhi28, Feb 2024 02:49 PMgujaratijagran.com

સેવપૂરી રેસીપી

સેવપૂરી ભારતની લોકપ્રિય ચાટમાંથી એક છે અને તેને બનાવવી ખૂબ જ સરળ છે. તેમાં પાપડી ઉપર બાફેલા બટાકા, બાફેલા મગ, ડુંગળી, લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી નાખવામાં આવે છે અને ઉપરથી સેવ છાંટવામાં આવે છે.

સામગ્રી

ચાટ પૂરી,બાફેલા બટાકા,બાફેલા મગ,ટામેટાં,ડુંગળી,ખજૂર આંબલીની ચટણી,લીલી ચટણી,ચાટ મસાલો,નાયલોન સેવ,કોથમીર.

સ્ટેપ- 1

લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી તેની રેસીપી પ્રમાણે પહેલાથી જ બનાવી લો.

સ્ટેપ- 2

હવે એક કૂકરમાં બટાકા અને મગને મીઠા વાળા પાણીમાં નરમ થાય ત્યાં સુધી બાફી લો. ચાટ બનાવતા પહેલા બધી જરૂરી સામગ્રી તૈયાર રાખો.

સ્ટેપ- 3

હવે એક પ્લેટ લો અને તેમાં પાપડી પૂરીને ગોઠવી તેની ઉપર બાફેલ બટેટુ અને મગ નાખો.

સ્ટેપ- 4

હવે તેની ઉપર ડુંગળી અને ટમેટા ઉમેરીને ખજૂર આંબલી અને લીલી ચટણી નાખો.

સ્ટેપ- 5

હવે તેની ઉપર સેવ અને ચાટ મસાલા પાઉડર છાંટો અને કોથમીર ગાર્નિશ કરીને તેને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મસાબા ગુપ્તાની એપીક ફીટનેસનું શું છે રહસ્ય, ચાલો જાણીએ