ઘણા લોકો સાંજે બચેલી રોટલી ફેકી દેતા હોય છે, પરંતુ આજે અમે તમને બચેલી રોટલીનો યુનિક નાસ્તો બનાવવાની રીત જણાવીશું.
બચેલી રોટલી, બાફેલા બટાકા, ગાજર, કેપ્સીકમ, કોબી, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ચાટ મસાલો, મીઠું, કોથમીર, ટોમેટો સોસ, મેયોનેઝ.
સૌ પ્રથમ બધી શાકભાજીને બારીક સમારી લો અને બટાકાને બાફીને મેશ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધી સબ્જી ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં જણાવેલ મસાલા ઉમેરીને મિક્સ કરી લો.
હવે બચેલી રોટલી પર બટર લગાવીને તૈયાર કરેલ મસાલો લગાવીને રોલ કરી લો.
હવે તે જ પેનમાં રોલ ગોઠવી સ્ટીમ કરી ઉપર મેયોનેઝ ગોર્નિશ કરો.
તૈયાર છે રોટલી રોલ તમે ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.