સાબુદાણાણા, બટાકા અને તાજા શાકભાજી વડે બનાવેલી એક ટેસ્ટી અને આરોગ્યપ્રદ પેનકેક રેસીપી છે.
સાબુદાણા, મગફળી, બાફેલા બટાકા,લીલા મરચાં, જીરું, કાળા મરી, આદુ, કોથમીર, લીંબુનો રસ, મીઠું, શિંગોડાનો લોટ, તેલ.
સૌપ્રથમ એક મોટા બાઉલમાં સાબુદાણાને પાણી વડે સારી રીતે ધોઈને તે બાઉલમાં સાબુદાણાને 4 કલાક માટે પાણીમાં પલાળી રાખો.
હવે એક પેનમાં મગફળીના દાણા શેકી તેની ફોતરી ઉતારીને ક્રશ કરી લો.
હવે એક મોટા બાઉલમાં સાબુદાણા, સમારેલ બટાકા, મરચાં, જીરું, કાળા મરી પાઉડર વગેરે મસાલા ઉમેરી મિક્સ કરો.
હવે તેમાં શિંગોડાનો લોટ અને મીઠું ઉમેરીને લોટ બાંધીને નાના નાના લૂઆ વાળી લો.
હવે એક તવાને ગરમ કરી તેલ વડે ગ્રીસ કરી લૂઓને દબાવીને ચાપડી જેમા જાડી થાલીપીઠ તૈયીર કરી શેકી લો.
તૈયાર છે સાબુદાણાની થાલીપીઠ, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.