છોલે ભટુરે રેસીપી : પરફેક્ટ પંજાબી છોલે ભટુરે બનાવવાની રીત


By Vanraj Dabhi25, Jan 2024 11:27 AMgujaratijagran.com

છોલે ભટુરે રેસીપી

આ એક મસાલેદાર રેસીપી છે, તમને શિયાળામાં તીખું અને મસાલેદાર ચટપટું ખાવાનું મન થાય તો, તમે ઘરે છોલે ભટુરે રેસીપી અજમાવી શકો છો, જાણી લો સરળ રેસીપી.

છોલે માટેની સામગ્રી

ચણા,ડુંગળી,ટામેટા,આદુ,લસણ,લીલું મરચું,તમાલપત્ર,મીઠો લીમડો, એલચી,લવિંગ,તજ,કાળા મરી,સ્વાદ મુજબ મીઠું,લાલ મરચું પાવડર,ધાણા જીરું પાવડર,ચણા મસાલો,ગરમ મસાલો,આખું જીરું,હીગ, કસુરી મેથી,તેલ.

ભટુરા માટેની સામગ્રી

ઘઉંનો લોટ,સોજી,બેકિંગ સોડા,દહીં,તેલ,ખાંડ,સ્વાદ મુજબ મીઠું,કોથમીર.

સ્ટેપ- 1

સૌ પ્રથમ ચણાને 5 થી 6 કલાક પલાળી રાખો. હવે કૂકરમાં પાણી ગરમ કરીને તેમાં ચણા અને જણાવેલ તમામ મસાલા અને સમારેલી ડુંગળી,લસણ-આદુ, સ્વાદ મુજબ મીઠું નાખીને 5 થી 6 સીટી પકાવો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં ભટુરા માટે લોટ,દહીં,મીઠું,બેકિંગ સોડા,ખાંડ અને તલ નાખીને બરાબર મિક્સ કરો અને થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો.

સ્ટેપ- 3

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી તેમાં હિંગ,જીરું,ચણા મસાલો,ગરમ મસાલો,મરચું પાવડર,ધાણા પાવડર,જીરું પાવડર નાખીને સાંતળી લો પછી તેમાં ટામેટાની પેસ્ટ,સમારેલા લીલા મરચા અને ચણા ઉમેરીને સારી રીતે પકાવી લો.

સ્ટેપ- 4

હવે તૈયાર કરેલ લોટમાંથી નાના ભટુરા બનાવો અને એક કડાઈમાં તેલ ગરમ કરીને બ્રાઉન થાય ત્યાં સુધી ભટુરા તળી લો.

સ્ટેપ- 5

હવે છોલેના શાકમાં સમારેલી કોથમીર ગાર્નિશ કરીને તેને પ્લેટમાં કાઢીને સર્વ કરો

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

26 જાન્યુઆરીએ મળી રહી છે 3 દિવસની રજા આ જગ્યા પર ફરવા જઈ શકો છો