રાજસ્થાની મિર્ચી વડા : ભરેલા મરચાનાં ભજીયા ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi13, Jan 2024 01:08 PMgujaratijagran.com

રાજસ્થાની મિર્ચી વડા

રાજસ્થાનની આ પ્રખ્યાત રેસીપી દરેક સીટીમાં મળે છે,આ રેસીપી હવે લગ્નના જમણવારમાં પણ પીરસવામાં આવે છે, ચાલો જાણીએ તેની રેસીપી વિશે.

સામગ્રી

બાફેલા બટાકા,લીલા મરચા,ચણાનો લોટ,સમારેલી કોથમીર,ચોખાનો લોટ,અજમો,ધાણાજીરું પાવડર,આમચૂરણ પાવડર,આદુ-લસણની પેસ્ટ,હળદર પાવડર,ગરમ મસાલો,લાલ મરચું પાવડર,કાળું મીઠું,તેલ,સ્વાદ પ્રમાણે મીઠું.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં ચણાના લોટ,મીઠું,મરચું અને અજમો-હીંગ અને જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ બેટર બનાવો અને મરચા ધોઈ કાપા પાડી બિયા કાઢીને રાખો.

સ્ટેપ- 2

હવે બાફેલા બટાકા,રતાળુ તેમજ ચવાણાનો ભૂકો અને દર્શાવેલ મસાલા વડે સ્ટફિંગ તૈયાર કરીને મરચાના કાપામાં સ્ટફિંગ ભરી દો.

સ્ટેપ- 3

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ભજીયાના બેટરમા ડૂબાડીને ગરમ તેલમાં મૂકીને લાલ ક્રિસ્પી એવા ભજીયા તળી લો.

સર્વ કરો

આપણા મિર્ચી વડા તૈયાર છે સંચળ વાળો મસાલો સ્પ્રિંકલ કરી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બ્રેડ પૌવા : 5 મિનિટમાં બ્રેડમાંથી બનાવો ટેસ્ટી નાસ્તો