બ્રેડના ટુકડા,ટામેટા,ડુંગળી,કેપ્સીકમ,માખણ,લસણ-આદુ ઝીણું સમારેલું,લીલા મરચા,તલ,ચાટ મસાલો,ચિલી ફ્લેક્સ,સરસવના દાણા,હીંગ, સ્વાદ પ્રમાણે મીઠું.
સૌ પ્રથમ એક તવો ગરમ કરી તેના પર બટર લગાવીને બ્રેડને બંન્ને સાઈડ શેકીને ટુકડા કરી લો.
હવે પેનમાં બટર ગરમ કરી તેમાં રાઈ,તલ,આદુ-લસણની પેસ્ટ,ડુંગળી,ટમેટા,કેપ્સીકમ વગેરે ઉમેરીને સાતળી લો.
હવે તેમા બ્રેડ ટુકડા નાખીને ચિલી ફ્લેક્સ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં ચાટ મસાલો અને કોથમરી ગાર્નિશ કરો
એક સર્વિસિંગ ડિશમાં કાઢીને તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.