ઘરે ઇન્સ્ટન્ટ ચીઝ બ્રેડ પિઝા બનાવવાની સરળ રીત અત્યારે જ નોંધી લો


By Vanraj Dabhi16, Nov 2023 03:26 PMgujaratijagran.com

માત્ર 5 મિનિટમાં બનાવો બ્રેડ પિઝા

ઘરે તમે બાળકો અને વડીલોને સવારમાં સરળતાથી ખુશ કરી શકો છો. તમે તેમના માટે બ્રેડ પિઝા બનાવી શકો છો. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને તે ઝડપથી તૈયાર થઈ જાય છે. આવો જાણીએ તેને બનાવવાની રીત વિશે.

સામગ્રી

બ્રેડના ટુકડા - 4, ચીઝ - 2 ચમચી, ડુંગળી - 1/4 સમારેલી, ટામેટા- 1/4 સમારેલા, કેપ્સીકમ - 1/4 સમારેલ, પિઝા સોસ - 2 ચમચી, ઓરેગાનો - 1 ચમચી, ચિલી ફ્લેક્સ - 1 ચમચી, માખણ - 1 ચમચી, મીઠું - સ્વાદ મુજબ.

સ્ટેપ 1

બ્રેડ પિઝા બનાવવા માટે સૌથી પહેલા તમારે મસાલો તૈયાર કરવાનો છે. આ માટે તમારી જરૂરિયાત મુજબ શાકભાજીને ધોઈ લો અને તેને બારીક કાપો.

સ્ટેપ 2

હવે એક બાઉલમાં બધી ઝીણી સમારેલી શાકભાજી રાખો અને પીઝા સોસ અને ચીઝ ઉમેરો અને તેને મિક્સ કરો.

સ્ટેપ 3

પછી બ્રેડની સ્લાઈડની ઉપર પિઝા સોસ લગાવો અને તેના પર પિઝા માટે તૈયાર કરેલું મિશ્રણ રેડો.

સ્ટેપ 4

તેની ઉપર થોડું વધુ ચીઝ ઉમેરો. હવે તવાને ગરમ કરવા માટે રાખો અને તેના પર થોડું માખણ લગાવો. આ સ્લાઇસેસને તવા પર ચોંટતા અટકાવશે.

સ્ટેપ 5

હવે બ્રેડને શેકવા માટે તવા પર રાખો. તેને વાસણની મદદથી ઉપરથી ઢાંકી દો. જેથી તે સારી રીતે શેકાઈ.

સ્ટેપ 6

ધ્યાન રાખો કે તેને ધીમી આંચ પર તૈયાર કરવામાં આવે. બ્રેડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. તેની ઉપર તમે ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો.

વાંચતા રહો

આ રીતે તમે માત્ર 5 જ મિનિટમાં ઘરે બ્રેડ પિઝા પણ બનાવી શકો છો, સ્ટોરી ગમે તો શેર કરો અને આવી અન્ય રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શું તમે ક્યારેય મગના પાપડ ટ્રાય કર્યા છે? આ રીતે મગની દાળમાંથી ઘરે જ બનાવો ટેસ્ટી પાપડ