શું તમે ક્યારેય મગના પાપડ ટ્રાય કર્યા છે? આ રીતે મગની દાળમાંથી ઘરે જ બનાવો ટેસ્ટ


By Vanraj Dabhi16, Nov 2023 02:53 PMgujaratijagran.com

મગના પાપડ

ભોજનનો સ્વાદ વધારવા માટે મોટાભાગના ભારતીય ઘરોમાં પાપડ પીરસવામાં આવે છે. ચાલો આજે જાણીએ ઘરે મગની દાળના પાપડ બનાવવાની રીત વિશે.

સામગ્રી

મગની દાળનો લોટ- અડધો કપ, અડદની દાળ - 200 ગ્રામ, મીઠું - સ્વાદ મુજબ, કાળા મરી - અડધી ચમચી, હીંગ - 1 ચમચી, હળદર - અડધી ચમચી, જીરું - 1 ચમચી, તેલ - 1 કપ, ચણાનો લોટ - 2-3 ચમચી, મરચું પાવડર - 1 ચમચી.

સ્ટેપ 1

સૌ પ્રથમ એક વાસણમાં મગનો લોટ, અડદનો લોટ અને ચણાના લોટ નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે આ મિશ્રણમાં મીઠું, કાળા મરી, હિંગ, તેલ અને મરચું પાવડર વગેરે ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે જરૂર મુજબ પાણી ઉમેરીને લોટને બાંધી લો, ગૂંથ્યા પછી તેને કપડાથી ઢાંકીને અડધા કલાક માટે સેટ થવા દો.

સ્ટેપ-4

લોટ નરમ થઈ જાય એટલે તેમાંથી નાના-નાના બોલ બનાવીને ગોળા ગોળ ફેરવો અને જો તમે તેને પરફેક્ટ આકાર આપવા માટે બાઉલની મદદથી આપી શકો છો.

સ્ટેપ-5

હવે તે બધાને પ્લાસ્ટિકના કાગળ પર ફેલાવી દો અને તેને તડકામાં અથવા પંખામાં સૂકવી દો. પાપડ તૈયાર છે.

ટીપ્સ

લોટ બાંધતા પહેલા તેમાં પાપડ ખારો મિક્સ કરવાનું ધ્યાન રાખો. આનાથી તમે પાપડને લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો.

વાંચતા રહો

તમે મગમાંથી પણ પાપડ બનાવી શકો છો, રેસીપી ગમે તો શેર કરો અને આવી વધુ વાનગીઓ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ દરમિયાન આ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણો