શરદ પૂર્ણિમાના દિવસે તામસિ પ્રકૃતિનું ભોજન જેમ કે માંસ-મદિરા, લસણ અને ડુંગળીનું સેવન કરવું જોઈએ નહીં.
શરદ પૂર્ણિમાના દિવસે ક્રોધ કરવાથી બચવું જોઈએ. કોઈની સાથે વાદ-વિવાદ કરવાથી બચવું જોઈએ.
એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે કોઈપણ પ્રકારના સંપત્તિના લેવડ-દેવડના વ્યવહારથી બચવું જોઈએ. તેનાથા આર્થિક સમસ્યા સર્જાઈ શકે છે.
શરદ પૂર્ણિમાના દિવસે કાળા રંગનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. એવી માન્યતા છે કે જીવન પર નકારાત્મક અસર થાય છે.
આ દિવસે સૂર્યાસ્ત બાદ દાન ન કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે તેનાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.