ટમેટાના ચટણી સ્વાદોનો ખજાનો છે, ચાલો ઘરે ટ્રાય કરીએ શેકેલા ટમેટાની ચટણીની યુનિક રેસીપી.
ટામેટાં, લીલું લસણ, સૂકા લાલ મરચાં, આદુ, જીરું, હળદર, હિંગ, મીઠું, લીલા મરચાં, કોથમીર, મીઠું, તેલ, લીંબુનો રસ.
સૌ પ્રથમ ચૂલામાં ટમેટાને હળવા શેકી લો.
એક ખાંડણીમાં લીલું લસણ, જીરું, આદુ, સૂકા લાલ મરચાં, કોથમરી અને મીઠું નાખીને વાટી લો.
હવે ટમેટાની છાલ કાઢી ટુકડા કરી ખાંડણીમાં ખાંડીને મિક્સ કરી એક બાઉલમાં કાઢી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ, જીરું ડુંગળી, લીલા મરચાની કટકી નાખીને વઘાર કરી લો.
હવે તેમાં ખાંડેલી ટમેટાની ચટણી ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે શેકેલા ટમેટાની ચટણી, તમે તેને પૂડલા, પરાઠા વગેરે સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.