દિવાળીના તહેવાર પર યુનિક મીઠાઈ બનાવવા માંગતા હોવ તો તમે કાજુ ચોકલેટની બરફી ઘરે ટ્રાય કરી શકો છો, નોંધી લો રેસીપી.
કાજુ,ખાંડ, પાણી, ઘી, બદામ, ચોકલેટ, મિલ્ક પાઉડર.
સૌ પ્રથમ એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરી કાજુ-બદામ હળવા શેકી ઠંડા થાય પછી ચોપ કરી લો.
હવે એક મિક્સર જારમાં કાજુને ક્રશ કરીને પાઉડર બનાવી લો.
હવે એક કડાઈમાં ખાંડને હળવી ઓગાળી લો ચાસણી નથી બનાવવાની.
હવે તે કડાઈમાં કાજુનો પાઉડર અને ઘી ઉમેરીને મિક્સ કરી સારી રીતે પકાવી લો.
હવે એક તપેલીમાં ચોકલેટ ગરમ કરી તેમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લો.
હવે તૈયાર કરેલ મિશ્રણને સારી રીતે પાથરી તેની પર કાજુ-બદામના ટુકડા અને ઓગાળેલી ચોકલેટ સ્પ્રેડ કરો.
બરફીને ફ્રીઝમાં સેટ કરી પછી ટુકડા કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.