Masala Rotala: મસાલેદાર બાજરાના રોટલાની યુનિક રેસીપી


By Vanraj Dabhi15, Oct 2024 10:20 AMgujaratijagran.com

મસાલા રોટલો

ઘણા લોકોને સાંજે ડિનરમાં રોટલો પસંદ હોય છે, તમે બાજરાનો સાદો રોટલો તો ટ્રાય કર્યો હશે, આજે અમે તમને મસાલેદાર રોટલો બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

પાણી, હળદર, મીઠું, લસણની પેસ્ટ, પાલક, કથમરી, લીલા સરચા, બાજરાનો લોટ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કથરોટમાં થોડું પાણી, મીઠું, હળદર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં ઝીણું સમારેલું પાલક, કોથમરી અને લીલા મરચાં નાખો.

સ્ટેપ-3

હવે તેમાં લસણની પેસ્ટ અને બાજરાનો લોટ ચાળીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લો.

સ્ટેપ-5

હવે ચૂલા પર માટીની તાવડી ગરમ કરો અને બાંધેલા લોટમાંથી રોટલો બનાવીને તાવડીમાં નાખો.

સ્ટેપ-6

રોટલાને બંને બાજુ સારી રીતે શેકીને ઉપર માખણ લગાવીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક - શેર કરજો અને યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gujarati Patra: અળવીનાં પાતરા બાનાવવાની યુનિક રેસીપી