દરેક લોકોને અળવીના પાતરા પસંદ હોય છે, ચાલો આજે યુનિક રીતે ઘરે ટ્રાય કરીએ.
અળવીનાં પાન, મીઠું, હળદર, ડુંગળી, ચણાનો લોટ, પાણી, તેલ, લાલ મરચું, તલ, રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, લીલા મરચાં.
સૌ પ્રથમ અળવીના પાન અને ડુંગળી ધોઈને એક બાઉલમાં ઝીણાં સમારી લો.
હવે તેમાં મીઠું, હળદર અને ચણાનો લોટ ઉમેરો.
હવે તેમાં થોડું પાણી ઉમેરીને થીક બેટર બનાવી લો.
હવે એક થાળીમાં તેલ ગ્રીસ કરીને બેટર રેડો અને ફેલાવી ઉપર લાલ મરચું અને તલ નાખીને સ્ટીમ કરો.
પાતરાને છરી વળી ટુકડા કરી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરી લો.
તૈયાર છે અળવીના પાતરા, તમે મરચાં અને દહીં સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક - શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.