ઈતિહાસ પ્રમાણે દક્ષિણ અમેરિકા સ્થિત પેરુમાં આશરે સાત હજાર વર્ષથી તેની ખેતી કરવામાં આવી રહી છે.
બટાકાની ખેતી સૌથી પહેલા મધ્ય પેરુમાં શરૂ થયેલી. તે સમયે તેનું નામ 'કામાટા' અને 'બટાટા' હતું. 16મી સદીમાં સ્પેન દ્વારા બટાકાને યુરોપમાં લાવવામાં આવ્યા અને તેનું નામ પોટેટો રાખવામાં આવ્યું.
ભારતમાં બટાકા યુરોપીયન વ્યાપારીઓ સાથે આવ્યા હતા. ભારતીયોને બટાકાનો સ્વાદ ચખાડવાનો શ્રેય યુરોપિયન અને ડચ વ્યાપારીઓને જાય છે.
ભારતમાં બટાકાની ખેતીને ઉત્તેજન આપવાનો શ્રેય વોરન હિસ્ટિંગ્સને જાય છે. તેઓ વર્ષ 1772થી 1785 સુધી ભારતના ગવર્નર જનરલ હતા.
ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા જેવા પુર્ટુગીઝ પ્રભાવિત ભારતના વિસ્તારોમાં બટાકાને આજે પણ બટાટા કહેવામાં આવે છે.
વિશ્વભરમાં ઘઉં, ચોખા અને મકાઈ બાદ બટાકા એવો ખાદ્ય પાક છે કે જેનું વ્યાપક પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે.