હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ 'ધ ઓસ્ટ્રેલિયન BHP આયર્ન ઓર' વિશે. 21 જૂન 2001ના રોજ દોડેલી આ ટ્રેન અત્યાર સુધીની સૌથી લાંબી ટ્રેન હોવાનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન BHP આયર્ન ઓર એક માલગાડી હતી, જેમાં કૂલ 682 ડબ્બા લાગેલા હતા.
આશરે 99,700 ટન વજનની ધ ઓસ્ટ્રેલિયન BHP આયર્ન ઓરને ખેંચવા માટે 8 લોકોમોટિવ એન્જીન લગાવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ધ ઓસ્ટ્રેલિયન BHP આયર્ન ઓર ટ્રેનને યાંડી અને પોર્ટ હેડલેન્ડ વચ્ચે 275 કિમી સુધી યાત્રા કરી હતી.
ધ ઓસ્ટ્રેલિયન BHP આયર્ન ઓર ટ્રેનમાં આશરે 82 હજાર ટન આયર્ન ઓરનું પરિવહન કરવામાં આવ્યું હતું.