Kopra Pak Recipe: દિવાળી સ્પેશ્યલ કોપરા પાકની રેસીપી


By Vanraj Dabhi14, Oct 2024 03:27 PMgujaratijagran.com

કોપરા પાક

દિવાળીના તહેવાર પર બજાર મળતી મીઠાઈ ઘરે બનાવવા માંગતા હોવ તો તમે, દિવાળી સ્પેશ્યલ કોપરા પાકની રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

નાળિયેરનું છીણ, ઘી, એલચી, દૂધ, સાકર, પિસ્તા.

સ્ટેપ-1

એક નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરીને એલચી નાંખીને મધ્યમ આંચ પર થોડી વાર સાંતળી લો.

સ્ટેપ-2

હવે તેમાં નાળિયેરનું છીણ નાખીને મધ્યમ આંચ પર 7 મિનિટ સુધી પકાવી લો.

સ્ટેપ-3

હવે તેમાં દૂધ,સાકર કે ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરીને 45 મિનિટ સુધી હવાલતા રહો.

સ્ટેપ-4

હવે મિશ્રણને એક ઘી ચોપડેલી થાળીમાં કાઢીને ચમચા વડે ફેલાવી દો.

સર્વ કરો

હવે તેની ઉપર સમારેલા પિસ્તાને કોપરા પાક પર હળવા હાથે ગાર્નિશ કરી કોપરા પાકને છરી વડે ટુકડા કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Baklava Recipe: દિવાળી પર ઘરે બનાવો બકલાવા મીઠાઈની યુનિક રેસીપી