Baklava Recipe: દિવાળી પર ઘરે બનાવો બકલાવા મીઠાઈની યુનિક રેસીપી


By Vanraj Dabhi14, Oct 2024 11:25 AMgujaratijagran.com

બકલાવા મીઠાઈ

આ એક પ્રકારની મીઠાઈ છે, તમે દિવીળી પર ઘરે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

મેંદાનો લોટ, મીઠું, બેકિંગ પાવડર, દૂધ, તેલ, પાણી, કોર્નફ્લોર, ખાંડ, લીંબુનો રસ, ઓરેંજ કેન્ડી, ડ્રાય ફ્રુટ્સ, માખણ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ, થોડું મીઠું, બેકિંગ પાવડર, દૂધ, તેલ અને પાણી નાખો પછી નરમ લોટ બાંધો.

સ્ટેપ-2

હવે તેમાં થોડું તેલ લગાવીને પછી તેને ઢાંકીને બાજુ પર રાખો.

સ્ટેપ-3

હવે લોટ અને કોર્નલોર લો અને તેને મિક્સ કરી તેમાં ક્રશ કરેલા ડ્રાય ફ્રુટ્સ ઉમેરીને નરમ બનાવી લો.

સ્ટેપ-4

લોટમાંથી લૂઆ બનાવીને રોલિંગ કરી ઉપર લોટ નાખી ફરીથી રોલિંગ કરીને એકદમ પાતળી શીટ બનાવી લો.

સ્ટેપ-5

હવે એક સ્ટીમ વાસણમાં તેલ ગ્રીસ કરી તેમાં શીટ પાથરી તેમાં ડ્રાય ફ્રૂટ્સનો ભુકો નાખી ઉપર ફરી શીટ પાથરી લો.

સ્ટેપ-6

બધી શીટ પાથરી પછી છરી અથલા કટર વડે ચોરસ ટુકડા કરી ઉપર બટર લગાવીને સ્ટીમ કરી લો.

સ્ટેપ-7

હવે એક બાઉલમાં ખાંડ, લીંબુનો રસ અને ઓરેંજ કેન્ડી નાખીને ચાસણી બનાવી સ્ટીમ કરેલ બકલાવા પર રેડી ઉપર ડ્રાય ફ્રૂટ્સ ગાર્નિશ કરીને શર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Moong Dal Recipe: મગની છૂટી દાળ બનાવવાની રીત