દરેક લોકોએ મગની દાળનું શાક તો ખાધુ જ હશે, પરંતુ આજે અમે મગની છૂટી દાળ બનાવવાની યુનિક રેસીપી જણાવીશું.
તેલ, રાઈ-જીરું, હિંગ, મીઠો લીમડો, લીલા મરચા, આદું, લાલ સૂકા મરચા, પીળી મગ દાળ, હળદર, લાલ મરચું પાઉડર, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, પાણી, કોથમરી.
સૌ પ્રથમ એક બાઉલમાં પીળી મગની દાળ ધોઈને 30 મિનીટ પલાળીને મૂકો.
હવે એક પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, હિંગ, સૂકા લાલ મરચા, લીલા મરચાની કટકી, મીઠો લીમડો નાખીને સાંતળી લો.
હવે તેમાં પલાળેલી પીળી મગની દાળ ઉમેરીને વઘાર કરી લો.
હવે તેમાં હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો વગેરે ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને કૂકરની 2 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.
તૈયાર છે છૂટી મગ દાળની રેસીપી તમે જીરા રાઈસ કે રોટલી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.