ઘરે ટેસ્ટી પૂરણ પોળી બનાવવા માટે આ રેસીપી અજમાવો


By Jivan Kapuriya17, Aug 2023 05:08 PMgujaratijagran.com

જાણો

પૂરણ પોળીએ ખૂબ જ લોકપ્રિય મહારાષ્ટ્રીયન વાનગી છે, જે સામાન્ય રીતે તીજ તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે.તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી

તમે તેને રેગ્યુલર દિવસોમાં પણ બનાવી શકો છો.બાળકોથી લઈને મોટા લોકો તમામને ગમે છે. આવો જાણીએ તેને બનાવવાની સરળ રીત વિશે.

મિશ્રણ માટેની સામગ્રી

1 કપ ચણા દાળ,3 કપ પાણી,1 કપ ખાંડ, 1 ચમચી ઈલાઈયચી પાવડર,જાયફળ ભૂકો કરેલ.

લોટ બાંધવાની સામગ્રી

2 કપ લોટ,1 ચમચી મીઠું,2 ચમચી ઘી,1 પાણી

સ્ટેપ-1

ચણાની દાળને પાણીથી ધોઈને પ્રેશર કુકરમાં 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.

સ્ટેપ-2

ઠંડી થાય એટલે તેને દરદરી પીસી લો અથલા મેશ બનાવી લો.

સ્ટેપ-3

તેમાં ખાંડ,પીસેલું જાયફળ અને એલચી પાઉડર નાખીને ધીમા તાપે પકાવો.

સ્ટેપ-4

ધીમા તાપે સત્તત હલાવતા રહો જ્યાં સુંધી તે સૂકાઈ ન જાય પછી આ મિશ્રણને ઠંડુ થવા દો.

સ્ટેપ-5

એક બાઉલમાં મેંદાનો લોટ લો તેમાં મીઠું અને ઘી નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-6

પછી તેમાં પાણી નાખીને પરફેક્ટ લોટ બાંધી લો અને તેના પર કપડુ ઢાંકીને થોડી વાર રાખી મૂકો.

સ્ટેપ-7

30 મિનિટ પછી આ લોટ પાપડી તૈયાર કરીને તેમાં દાળનું સ્ટફિંગ ભરીને તેને રોટલી જેમ વણી લો.

સ્ટેપ-8

પછી એક તવો ગરમ કરો અને તેને બંને સાઈડ ઘી લગાવીને શેકી લો.

તૈયાર છે પૂરણ પોળી

તમારી પૂરણ પોળી ડિશ તૈયાર છે. આને તમે ઘી અને અથાણાં સાથે સર્વ કરી શકો છો.

રેસીપી નોટ

તમે ઈચ્છો તો તેને બનાવવા માટે ચણાની દાળની જગ્યાએ અરહર દાળનો ઉપયોગ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઝડપભેર વધી રહી છે અસુરક્ષિત લોનને લગતી ચિંતા