પંજાબી સ્પેશિયલ છોલેની રેસિપી નોંધ કરી લો, ખાનારા આંગળા ચાટતા થઈ જશે


By Sanket M Parekh10, Aug 2023 04:27 PMgujaratijagran.com

સામગ્રી

⇏ કાબુલી ચણા- 1 કપ ⇏ ડુંગળી- 1-2 મોટી સાઈઝ (કાપેલી) ⇏ ટામેટા- 1-2 કપ (કાપેલા) ⇏ આદુ-લસણની પેસ્ટ- 1 ચમચી ⇏ તજ- એક ટૂકડો ⇏ મોટી ઈલાયચી- 1-2 ⇏ લવિંગ-2-3 ⇏ લીલા મરચા-2-3 ⇏ ટી બેગ ⇏ જીરુ- 1 ચમચી ⇏ ધાણાજીરુ- 1 ચમચી ⇏ આમચુર પાવડર- અડધી ચમચી ⇏ લાલ મરચાનો પાવડર- અડધી ચમચી ⇏ કસ્તૂરી મેથી- અડધી ચમચી ⇏ હળદર- અડધી ચમચી ⇏ મીઠું- સ્વાદ અનુસાર

સ્ટેપ-1

સૌ પ્રથમ કાબૂલી ચાણીને 6-7 કલાક માટે પાણીમાં પલળવા માટે રાખી દો અને પછી તેને સાફ કરીને કુકરમાં નાંખો. જે બાદ તેમાં લવિંગ, ઈલાયચી, ટી બેગ, મીઠુ નાંખીને 4-5 સીટી વાગે ત્યાં સુધી રાખો.

સ્ટેપ-2

હવે એક કડાઈ ગરમ કરો અને પછી તેલ નાંખો. જ્યારે તેલ ગરમ થઈ જાય, તો તેમાં જીરુ નાંખીને વગાર કરો.

સ્ટેપ-3

હવે કાપેલી ડુંગળી નાંખો અને આ સાથે જ આદુ-લસણની પેસ્ટ નાંખીને મિક્સ કરો.

સ્ટેપ-4

જ્યારે ડુંગળી થોડી લાલ થઈ જાય, ત્યારે તેમાં કાપેલા ટામેટા નાંખીને રોસ્ટ કરો. આ સાથે જ મીઠા સહિત અન્ય મસાલો નાંખી દો.

સ્ટેપ-5

જ્યારે મસાલો તેલ છોડવા લાગે, ત્યારે તેમાં બાફેલા કાબુલી ચાણા નાંખીને મિક્સ કરો.

સ્ટેપ-6

જે બાદ ઉપરથી આમચુર પાવડર નાંખો અને પછી કાપેલ લીલા મરચા અને જરૂરિયાત અનુસાર પાણી અને કસ્તુરી મેથી નાંખીને 3-4 મિનિટ સુધી ગરમ થવા દો.

આ દેશના લોકો સૌથી વધારે ચા પીવાના શોખીન છે, જાણવા માટે કરો અહીં એક ક્લિક