Poha Bhajiya Recipe:પંજાબી આલૂ પૌવાના ભજીયા બનાવાની રીત


By Vanraj Dabhi26, Aug 2024 05:47 PMgujaratijagran.com

પૌવા પકોડા

ચોમાસાની ઋતુમાં ભજીયા ખાવાનું ખૂબ જ મન થતું હોય તો તમે આ પૌવાની ભજીયાની યુનિક રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

પૌવા, દહીં, પાણી, ગાજર,કેપ્સીકમ, આદુ, લીલા મરચા, ડુંગળી,કોથમીર, બટેટા,લાલ મરચું પાવડર, હળદર, ચાટ મસાલો,ધાણાજીરુ, ગરમ મસાલો, રેડ ચીલી ફ્લેક્સ, મીઠું,બેસન, તેલ, રાઈ, હીંગ, તલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં પૌવા પલાળીને રાખો પછી તેમાં દહીં અને પાણી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં કેપ્સીકમ,આદુ, લીલા મરચા, ડુંગળી,કોથમીર, બટેટા અને જણાવેલ મસાલા ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં થોડો ચણાનો લોટ અને પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ભજીયા મૂકીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે પૌવાના પકોડા તમે ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Karela Sabzi Recipe: કારેલા ડુંગળીનું શાક બનાવવાની રેસીપી