Karela Sabzi Recipe: કારેલા ડુંગળીનું શાક બનાવવાની રેસીપી


By Vanraj Dabhi26, Aug 2024 05:07 PMgujaratijagran.com

કારેલા ડુંગળીનું શાક

ડાયાબિટીસના દર્દીઓને કારેલા ખાવાની સલાહ આપવામાં આવે છે. ચાલો આજે અમે તમને કારેલા ડુંગળીનું શાક બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

કારેલા, ડુંગળી,ટામેટાં,લીલા મરચા-લસણ આદુની પેસ્ટ,લીંબુ, તેલ,હળદર, જીરું, વરિયાળી, મેથીના દાણા,હિંગ, ધાણાજીરું,લાલ મરચું પાવડર,ગરમ મસાલો, આમચૂર પાવડર,કસૂરી મેથી, લીલા ધાણા, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ કારેલાને ધોઈને કાપી બીજ કાઢીને ઝીણા સમારી પછી એક બાઉલમાં મીઠું,હળદર અને લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં તેલ ગરમ કરી કારેલાને 5 મિનિટ માટે ફ્રાય કરીને એક વાસણમાં કાઢી લો.

સ્ટે-3

હવે બચેલા તેલમાં બધા મસાલા અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને મિક્સ કરી સાંતળી લો.

સ્ટેપ-4

હવે ધીમી આંચ પર 5 મિનીટ પકાવીને ઉપર આમચૂર પાઉડર, એક ચપટી કસુરી મેથી નાખીને મિક્સ કરો.

સર્વ કરો

તૈયાર છે કારેલા ડુંગળીનું શાક તમે કોથમરી ગાર્નિશ કરીને રોટલી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Makhan Mishri Recipe: ઈન્સ્ટન્ટ માખણ મિશ્રી બનાવવાની રીત