પંજાબ નેશનલ બેંકને જૂન 2023માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનો પોતાનો ચોખ્ખો નફો 307 ટકા વધીને રૂપિયા 1,255.4 કરોડ થયો છે.
ગયા વર્ષે બેંકે સમિક્ષા હેઠળની અવધિ દરમિયાન રૂપિયા 308.4 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. માર્ચ ત્રિમાસિક ગાળાના રૂપિયા 1,158.61 કરોડના નફાની તુલનામાં 8.3 ટકા વધારો દર્શાવ્યો છે.
જૂન ત્રિમાસિક ગાળામાં બેંકનો ગ્રોસ નોન-પર્ફોમિંગ એસેટ્સ ઘટી 7.73 ટકા રહી ગઈ છે. જે ગત ત્રિમાસિક ગાળામાં 8.74 ટકા હતી.