આ સપ્તાહમાં 14 ટકા અને છેલ્લા એક મહિનામાં 30 ટકાથી વધારે તેજી બાદ રેલવે શેરોમાં આગામી સમયમાં નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે.
રેલવે સેક્ટરની 5 પૈકી 4 કંપનીના શેર RVNL, IRFC, IRCTC અને રેઈલટેલના શેરો RSIથી 75 ઉપર છે. આ શેરોમાં એકંદરે તેજીમય વલણ જોવા મળ્યું છે. જોકે હવે ઊંચા સ્તરે નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે.
નિફ્ટી PSE અને CPSE શેરના ભાવોમાં સપ્તાહમાં ટોપ પર્ફોમન્સ જોવા મળ્યું છે. નિફ્ટી NPSEમાં 45 ટકા અને નિફ્ટી PSE શેરોમાં 45 ટકા વધારો થયો છે.
RVNL, IRFC, IRCTC અને રેઈલટેલના શેરોમાં ભારે તેજી જોવા મળી છે. શેરબજારમાં આ શેરોમાં અત્યાર સુધી એક તરફી આગેકૂચ જોવા મળી હતી.