રેલવેથી ભારતને પશ્ચિમ એશિયા સાથે જોડવા ચર્ચા, UAE અને યુરોપ પણ સામેલ


By Nileshkumar Zinzuwadiya09, Sep 2023 03:39 PMgujaratijagran.com

કારોબાર વધશે

અમેરિકા, સાઉદી અરેબિયા, ભારત અને અન્ય દેશ રેલવે માર્ગથી ભારતને પશ્ચિમ એશિયાના દેશો સાથે જોડવા અંગે ચર્ચા કરી રહ્યા છે. તેનાથી ખાડી દેશો તથા દક્ષિણ પૂર્વ વચ્ચે કારોબાર વધશે.

કેટલાક મહિનાથી ચાલી રહી છે

આ વાતચીતમાં સંયુક્ત અરબ અમીરાત અને યુરોપને સામેલ કરવામાં આવ્યા છે. આ રેલવે લાઈન અંગે છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહી છે.

વાતચીત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ મુદ્દા વાતચીત થઈ શકે છે. એવી પણ શક્યતા છે કે આ રેલવે માર્ગ અંગે સાઉદીના શાસક મોહમ્મદ બિન સલમાન સાથે પણ વાતચીત કરવામાં આવે.

ચીનને ટક્કર આપવની વાત

રેલવે સાથે સંકળાયેલી આ યોજના મહત્વના સમયે આગળ વધી રહી છે અને યોજનામાં અનેક દેશોના પોર્ટ્સ જોડી શકાય છે. તે ચીનના બેલ્ટ અને રોડ પરિયોજનાના જવાબમાં તૈયાર કરી રહી છે.

ચણા લોટમાંથી બનેલ આ વાનગીનો તમે પણ સ્વાદ માણો