ફિલ્મોની આપણી ઉપર ઘણી અસર થાય છે ખાસ કરીને જ્યારે તે હોરર અને સાઈકોલજીક થ્રીલર હોય, આ પ્રકારની ફિલ્મો આપણને જગ્યા પરથી હલવા નથી દેતી. બોલીવુડમાં કેટલીક એવી ફિલ્મો બની છે જેની વાર્તા, સિનેમોટાગ્રાફી અને કલાકારોની જબરદસ્ત એક્ટીંગ તમને પૂરી ફિલ્મ સુધી જકડી રાખે છે. આવો જાણીએ 4 એવી સાઈકોલીજકલ થ્રીલર ફિલ્મો વિશે જે તમે તમારા મિત્રો સાથે જોઈ શકો છો
તાપસી પન્નુ, વિક્રાંત મેસીની આ ફિલ્મ ઘણી એન્ગેજીંગ છે. આમાં તાપસી પન્નુંનું કેરેક્ટક ગ્રે બતાવામાં આવ્યું છે તે તેના પતિને બચાવવા અનેક ઉપાય કરે છે અને તેમા તે એક એવી ભૂલ કરી બેસે છે જે તેના જીવનને ઉથલ પાથલ કરી નાખે છે. આની સિક્વલ પણ ટુંક સમયમાં રીલીઝ કરવામા આવશે. પહેલા ભાગને તમે નેટફ્લીક્સ પર જોઈ શકો છો
પરિણીતી ચોપરાને 'ધ ગર્લ ઓન ધ ટ્રેન પણ ઘણી રોમાચંક ફિલ્મ છે, આમાં પરિણીતી ચોપરા ડીવોર્સીના રોલમાં જોવા મળે છે જે રોજીંદા જીવનમા ટ્રેનમાંથી એક મેરીડ કપલને જોઈને તેના લાઈફને ફેન્ટસાઈઝ કરે છે. એક દિવસ એવી ઘટના બને છે જે તેનું જીવન બદલી નાખે છે
બદલા ફિલ્મ અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા એવી પેચીદી જે તમારા મગજ ફેરવી દેશે. અમિતાભ બચ્ચન અને તાપસીએ ઉમદા પરફોર્મન્સ આપીને ફિલ્મમાં ચાર ચાંદ લગાવ્યા છે
કરીના કપૂર, જ્યદીપ અહલાવત અને વિજય વર્માની આ વાર્તામાં ઘણી રોમાચંક છે. જ્યારે એક સિંગલ મધરને મર્ડરની પુછતાછ કરવામાં આવે છે ત્યારે તેનો પડોસી જે ગણિતનો પ્રધ્યાપક છે, કેવી રીતે તેના સ્કીલ અને હોંશીયારીથી તે માતાની મદદ કરે છે તે જોવું રસપ્રદ છે