શરીરને ફિટ રાખવા માટે જરૂરી માત્રામાં પ્રોટીનનું સેવન કરવું જરૂરી છે. સામાન્ય રીતે શરીરને તમામ પોષક તત્વોની જરૂર હોય છે પરંતુ પ્રોટીનયુક્ત ખોરાક સૌથી મહત્વપૂર્ણ છે.
શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે જેમ કે વજન ઘટવુ, શુગર વધવું અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી જેવી સમસ્યાઓ વધી જાય છે.
શરીરમાં પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી તમારે જીવનમાં પ્રોટીનની ઉણપનો સામનો કરવો પડશે નહીં.
દૂધને કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. નિયમિત દૂધ પીવાથી હાડકા મજબૂત બને છે અને શરીરમાં પ્રોટીનની ઉણપ રહેતી નથી.
બદામ ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. કદાચ તમે પણ જાણો છો કે પલાળેલી બદામ ખાવાથી વધુ ફાયદો થાય છે.
પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે બાફેલા ચણા ચોક્કસ ખાવ, તંદુરસ્ત શરીર માટે તમારા આહારમાં ચણાનો સમાવેશ કરો કારણ કે ચણામાં પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.
કોળાના બીજમાં પ્રોટીન મોટી માત્રામાં જોવા મળે છે. જો તમે અડધો કપ તેના બીજ ખાઓ છો તો શરીરને 16 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે.
પ્રોટીન માટે તમે તમારા આહારમાં ઈંડાનો પણ સમાવેશ કરી શકો છો. ઈંડાનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.