સરગવાના પાન શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સરગવાના પાનનું સેવન કરવાથી શરીરમાં સ્વાસ્થ્ય સંબધિત ઘણા ફાયદા થાય છે. ચલો સરગવાના ફાયદા વિશે વિસ્તારમાં જાણીએ.
આયુવેદીક ડો એસ પાંડેના અનુસાર સરગવાના પાનનું સેવન કરવા સિવાય તેના પાનનો જ્યુસ પીવાથી પણ શરીરનો વજન ઓછો થાય છે.
સરગવાના પાનમાં પ્રોટીન, વિટામિન એ, કેલ્શિયમ અને વિટામિન સી જેવા પોષકતત્વો જોવા મળે છે.
સરગવાના પાનનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. સાથે જ બ્લડ શુગરને પણ કંટ્રોલમાં રાખે છે.
સરગવાના પાનમાં વિટામિન સી હોય છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. તેના પાનનું સેવન કરવાથી તમે જલ્દી બીમાર પડતા નથી.
હાડકાઓને મજબૂત કરવા માટે તમે સરગવાના પાનનું સેવન કરો. તેમાં રહેલું કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફોરસ હાડકાઓને મજબૂત કરે છે.
વજન ઘટાડવા માટે સરગવાના પાનનું સેવન કરો. સરગવાના પાનમાં એંટી ઓબેસીટી ગુણ રહેલા હોય છે, જે શરીરના વજનને ઓછું કરે છે.
સરગવાના પાનના સેવનથી આંખો સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. તેનો જ્યુસ પીવાથી આંખો સ્વસ્થ રહે છે.