આ લોકો માટે હાનીકારક હશે હીંગનું સેવન


By Prince Solanki17, Dec 2023 08:44 AMgujaratijagran.com

હીંગ

ભારતીય રસોડામાં હીંગનો ઉપયોગ ખૂબ જ સામાન્ય વાત છે. આ ખાવાની ખુશ્બૂ અને સ્વાદ બંનેમાં વધારો કરે છે. આ મસાલાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ કેટલાક લોકોએ હીંગનું સેવન કરવાથી બચવુ જોઈએ.

પોષકતત્વોથી ભરપૂર

હીંગમાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, આયરન, કૈરોટીન, પ્રોટીન, ફાઈબર અને કાબ્રોહાઈડ્રેટ જેવા પોષકતત્વો હોય છે. આ ઉપરાંત હીંગમાં એંટી ઓક્સિસીડેંટ્સ અને એંટી બાયોટિક પ્રોપર્ટીઝ પણ હોય છે.

હીંગના ફાયદા

એક ચપટી હીંગથી શરીરને ઘણા લાભ થાય છે. હીંગનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે, અસ્થમામાં આરામ, પિરિયડના દુખાવામાં રાહત, માથાના દુખાવાથી છૂટકારો, પાચનતંત્રમાં સુધારો થાય છે. તેમ છતાં પણ કેટલાક લોકોએ હીંગ ખાવાથી બચવુ જોઈએ.

ગર્ભવતી મહિલા

જણાવી દઈએ કે ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓએ હીંગનું સેવન કરવાથી બચવુ જોઈએ. હીંગના કારણે ગર્ભાશયમાં સંકોચન આવી શકે છે, જેનાથી ગર્ભપાતનો ખતરો વધે છે. આ ઉપરાંત સ્તન પાન કરાવતી મહિલાઓએ પણ હીંગનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આ બાળક માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

લોહી સાથે જોડાયેલી સમસ્યાઓ

જો તમે લોહી સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો હીંગનું સેવન ન કરવું જોઈએ. તે બ્લડની ક્વોન્ટ ની પ્રોસેસને ધીમી કરી નાખે છે. જેથી આવી સ્થિતિમાં હીંગના સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

માથામાં દુખાવો

હીંગનું વધારે માત્રામાં સેવન કરવાથી માથાના દુખાવાની સમસ્યા થઇ શકે છે. જો તમે જરૂરત કરતા વધારે માત્રામાં હીંગનું સેવન કરશો તો ચક્કરની સમસ્યા વધી શકે છે.

સોજાની સમસ્યા

ઘણીવાર કેટલાક લોકોને હીંગ ખાવાથી હોઠ, ગરદન તથા ચેહરા પરની સમસ્યા થાય છે. જો તમને હીંગનું સેવન કરવાથી આવી કોઈ સમસ્યાઓ જોવા મળે તો તરત જ ડોક્ટરની મુલાકાત લો.

ગેસની સમસ્યા

હીંગ પેટ માટે સારી હોય છે. જોકે તેના વધારે માત્રામાં સેવન કરવાથી ગેસ, ડાયરીયા અને પેટની બળતરા પણ વધી શકે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આ પાંચ ખરાબ આદતો વધારે છે બ્લડ પ્રેશર