પ્રોટીનની ઉણપ ગમે તેને થઈ શકે છે પણ આજે આપણે જાણીશુ કે પ્રોટીનની ઉણપ સર્જાતા ક્યા ક્યા લક્ષણ જોવા મળતા હોય છે. આ લક્ષણોને તમારે ભૂલથી પણ ટાળવા ન જોઈએ.
પ્રોટીનથી શરીરને ઘણા ફાયદા મળે છે અને તેનાથી હાડકાઓ પણ મજબૂત બનાવે, વજન કંટ્રોલ કરે, હોર્મોન્સને સંતુલિત રાખે તથા સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક છે. ચલો જાણીએ મહિલાઓમા પ્રોટીનની ઉણપ થતા નજર આવતા લક્ષણો વિશે.
પ્રોટીનની ઉણપથી હાડકાઓ કમજોર થઈ જાય છે. જેના કારણે તમારા હાડકામા ફ્રેક્ચર અને ઈજા થવાની શક્યતા વધી જાય છે.
પ્રોટીન હોર્મોન્સના પ્રોડક્શન તથા મેનેજ કરવામા મહત્વની ભૂમિકા ભજવે છે. એસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન, ઈંસુલિન જેવા હોર્મોન્સ પીરીયડ્સ, મેટાબોલિજમ માટે પ્રોટીન જરુરી હોય છે. પ્રોટીનની ઉણપથી હોર્મોન્સ અસંતુલિત થઈ શકે છે.
પ્રોટીનની ઉણપથી મહિલાઓમા વાળ ખરવાની સમસ્યાઓ જોવા મળે છે. તેની ઉણપથી વાળની નેચરલ ચમક જતી રહે છે અને વાળ કમજોર બનીને ખરવા લાગે છે.
ઘણી મહિલાઓના નખ થોડા મોટા થયા બાદ તૂટી જાય છે. નખનુ વારંવાર તૂટવુ પણ પ્રોટીનની ઉણપની નિશાની છે. તમારે આ સંકેતને બિલકુલ બેધ્યાન ન કરવા જોઈએ.
જો તમારા શરીરમા પ્રોટીનની ઉણપ છે તો તમારી ચામડી સૂકી થઈ શકે છે. પ્રોટીનની ઉણપથી સૂકી ચામડી અને પિગંમેન્ટેશનની સમસ્યા થઈ શકે છે.