આ કસરતને કરવાથી લટકતા બ્રેસ્ટ થશે ટાઈટ


By Hariom Sharma10, Dec 2023 12:08 PMgujaratijagran.com

બ્રેસ્ટ

મહિલાઓમા ઉંમર વધતાની સાથે જ બ્રેસ્ટમા ઢીલાશ આવા લાગે છે. જો કે ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ઘણી મહિલાઓમા આ સમસ્યા ઉંમર પહેલા જોવા મળતી હોય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે રોજ એક કસરત કરી શકો છો જે તમારા બ્રેસ્ટને ટાઈટ બનાવવામા મદદ કરશે.

બ્રેસ્ટ કેમ ઢીલા બને?

મહિલાઓમા બ્રેસ્ટ લટકવાની સમસ્યા ઘણા કારણો હોય શકે છે. જેમ કે ધૂમ્રપાન, બ્રેસ્ટફિડીંગ, ખરાબ ખાનપાન વગેરે. ફેટ અને ટીશૂથી બનેલા બ્રેસ્ટને કૂપર લિગાંમેન્ટ ટાઈટ રાખે છે. કૂપર લિગાંમેન્ટમા ઢીલાશ આવવાથી બ્રેસ્ટ લટકવાની સમસ્યા જોવા મળે છે.

કસરત છે બેસ્ટ વિકલ્પ

ઘણી મહિલાઓ બ્રેસ્ટને શેપમા લાવવા માટે સર્જરી તથા અન્ય ઉપાયોનો સહરો લે છે. જોકે સર્જરીને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવા પડી શકે છે. જોકે કસરત કરવાથી નેચરલી બ્રેસ્ટને ટાઈટ કરીને શેપમા લાવી શકાય છે.

ધનુરાશન થશે ફાયદાકારક

રોજ ધનુરાશન કરવાથી ઘણા ફાયદા મળે છે. તેને રોજ કરવાથી બ્રેસ્ટની ભાગના સ્નાયુઓ મજબૂત બને છે એને ધીરે ધીરે ઢીલાશ દૂર થાય છે.

ધનુરાશન કરવાની રીત

ધનુરાશન કરવા માટે યોગા મેટ પર પેટના સહારે સૂઈ જાઓ. ત્યારબાદ બન્ને પગોને ઉપરની તરફ ઉઠાવો અને બન્ને હાથોથી તેને પકડી લો. પછી શરીરને આગળથી ઉપરની તરફ લો. ગરદનના ભાગને ઉપરની તરફ રાખો અને 15 -20 સેકન્ડ માટે આ સ્થિતમા રહો.

યોગ્ય બ્રાની પસંદ કરો

બ્રેસ્ટમા આવતા ઢીલાંપણાને દૂર કરવા માટે તમારે યોગ્ય બ્રાની પસંદગી કરવી જોઈએ. બ્રાની ખરીદી કરતા સમયે એ વાતનુ ધ્યાન રાખો કે બ્રાના કપ વધારે નાના કે મોટા ન હોય. જો બ્રા પહેરીને તમારા શરીર પર નિશાન થઈ જાય છે તો યોગ્ય સાઈઝની બ્રા ખરીદો.

મસાજ કરો

બ્રેસ્ટમા આવતા ઢીલાંપણાને દૂર કરવા માટે તમે ઘરે સ્તનની મસાજ કરી શકો છો. આ માટે તમે નાળિયેર અને સરસોના તેલનો ઉપયોગ કરી શકો છો. તમારે રોજ બ્રેસ્ટની 15 થી 20 મિનિટ મસાજ કરવી જોઈએ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સવારે ખાલી પેટ હીંગ ખાવાથી મળે છે આ 5 ફાયદા