ચોમાસામાં ખાંડ ઝડપથી ઓગળવા લાગે છે.તેને ભેજથી સુરક્ષિત રાખવા માટે તમે તેને અહીં જણાવેલી ટિપ્સની મદદથી સંગ્રહ કરી શકો છો.
ચોમાસું આવતા જ ખાંડને પ્લાસ્ટિકના ડબ્બામાં નહીં પરંતુ કાચની બરણીમાં રાખો.ચોમાસામાં પ્લાસ્ટિકના ડબ્બામાં ભેજ લાગી જાય છે પરંતુ કાચની બરણીમાં રાખશો તો ભેજ લાગશે નહીં.
ચોમાસમાં ખાંડને ભેજથી બચાવવા માટે હંમેશા સૂકી ચમચીનો ઉપયોગ કરો.ભીની ચમચીનો ઉપયોગ કરવાથી ખાંડ ભીંજાઈને જામી શકે છે.
જો ખાંડ ભીની થઈ ગઈ હોય તો તેને બરણીમાં રાખતા પહેલા તેમાં ચોખાના થોડા દાણાં નાખો.તે વાધારાની ભીનાશ શોષી લે છે અને ખઆંડને સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.
જો બરણીમાં પ્લાસ્ટિકનું પેકિંગ રાખ્યું હશે તો ભેજ લાગી શકે છે, પરંતુ જો તમને લાગે કે બરણીમાં ભેજ છે તો બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરો.સૌપ્રથમ તેમાં બ્લોટિંગ પેપર નાખો અને પછી જ તેમાં ખાંડ ભરીને રાખો.
ખાંડને ભેજથી બચાવવા માટે ઉપર 5 થી 6 લવિંગ નાખો.આમ કરવાથી ચોમાસાની ઋતુમાં ભેજ નહીં રહે અને તેની સાથે કીડીઓ પણ નહીં આવે. જો તમે ઈચ્છો તો 5 થી 7 લવિંગને કપડામાં બાધીને બરણીમાં રાખી શકો છો.
ખાંડને ભેજથી બચાવવા માટે ખાંડની બરણીમાં 3 થી 4 ટૂથપાક્સ અગાઉથી રાખો.તે ખાંડમાંથી વધારાનું ભેજનું પ્રમાણ શોષી લે છે અને ખાંડમાંથી સરળતાથી દૂર કરી શકાય છે.
જો તમને ટિપ્સ ગમી હોય તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.