જો તમે ચોમાસામાં કે કોઈપણ ઋતુમાં ચોખામાં થતા જંતુઓથી બચવા માંગતા હોવ તો અહીં જણાવેલી કેટલીક સરળ ટિપ્સ અપનાવો.
જંતુઓ બચવા માટે ચોખા અને કઠોળને હવા ચુસ્ત કન્ટોનરમાં ઠંડી,સૂકી જગ્યાએ સંગ્રહિત કરવાનું જણાવવામાં આવે છે, જેથી ભેજ અંદર ન જાય અને જંતુઓથી બચાવે.
ચોખાના ડબ્બામાં તમાલપત્ર અને લીમડાના પાન નાખો, જંતુઓને તેની ગંધ ગમતી નથી જેના કારણે તેઓ ભાગવા લાગશે.લીમડાના પાન પણ જંતુઓના ઈંડાનો નાશ કરે છે અને ચોખામાંથી જંતુઓ સંપૂર્ણપણે નાશ થાય છે.
લવિંગની ગંધથી જંતુઓને દૂર કરવાની સારી રીત છે.જો તમે ચોખાને જંતુઓથી બચાવવા માંગો છો,તો તેના ડબ્બામાં 10-12 લવિંગ રાખો. તે જંતુનાશક તરીકે ચોખાના ડબ્બામાં લવિંગ તેલના થોડા ટીપા પણ નાખી શકો છો.
જો ચોખાને ઘરે લાવવાની સાથે જ ફ્રીઝરમાં સંગ્રહિત કરવામાં આવે તો ઠંડા તાપમાનને કારણે તેના તમામ જંતુઓ અને ઈંડા નાશ પામે છે.આટલું જ નહીં આમ કરવાથી ચોખામાં ક્યારેય કીડાઓ પ્રવેશતા નથી.
ચોખાને જંતુઓથી બચાવવા માટે ચોખાના ડબ્બામાં લસણની લગભગ 5-6 કળીઓ નાખો અને તેને આખા ચોખા સાથે સારી રીતે મિક્સ કરો. લસણની સ્ટ્રોંગ સુગંધ ચોખાને જંતુઓથી બચાવવામાં મદદ કરે છે.
માચીસના બોક્સમાં સલ્ફર હોય છે.જે માત્ર ચોખામાં જ નહીં પરંતુ અન્ય અનાજમાં પણ ઘણાં જંતુઓને ભગાડવામાં મદદ કરે છે.તમે જ્યાં ચોખાનો સંગ્રહ કરો છો તે અલમારીમાં માચીસની સ્ટિકો રાખો, આનાથી જંતુઓ ભાગી જશે.
જો તમારા ચોખામાં ઝીણા જંતુઓ દેખાઈ છે. તો થોડા સમય માટે ચોખાને તડકામાં રાખો. આમ કરવાથી જંતુઓ અને તેમના ઈંડા બંને નાશ પામે છે.
આ બધી સરળ ટિપ્સ ફોલો કરીને તમે ચોખાને જંતુઓથી બચાવી શકો છો અને તેની ગુણવત્તાને લાંબા સમય સુધી જાળવી શકો છો.