હંમેશા લોકો સુગંધ માટે પરફ્યૂમનો ઉપયોગ કરે છે. તો ચાલો જાણીએ પરફ્યૂમને તમે ઘરે કેવી રીતે બનાવી શકો છો.
અનેક વખત લોકો વધારે કિંમતના પરફ્યૂમ ખરીદે છે, પરંતુ તેની સુગંધ લાંબા સમય સુધી નથી રહેતી. એવામાં તમે ઘર જ પરફ્યૂમ બનાવી શકો છો.
ઘરે જ પરફ્યૂમ બનાવવા માટે 30 ટપકા ચમેલી અને એક ચમચી જાસ્મિનનું ઑઈલ લો.
જેને બનાવવા માટે 5 ટપકા વેનિલા અને ચીજ ક્લોથ અને એક સ્પ્રે બોટલની સાથે એક ગ્લાસની જરૂર પડશે.
પરફ્યૂમ બનાવવા માટે એક ગ્લાસમાં એસેન્શિયલ ઑઈલને મિક્સ કરો. જેમાં 2 ચમચી વૉડકા મિક્સ કરીને લગભગ 48 કલાક સુધી ઢાંકીને રાખો.
જેમાં ધીમે-ધીમે ડિસ્ટીલ્ટ વૉટર મિક્સ કરવું જોઈએ. આ વૉટર મિક્સ કરતી વખતે સમયાંતરે બોટલને હલાવતા રહો.
સારી રીતે તમામ વસ્તુઓને મિક્સ કર્યા બાદ 30 દિવસ સુધી બોટલને બંધ કરીને રાખી દેવી જોઈએ.
30 દિવસ બાદ બોટલની નીચે જામેલ કણને કપડાથી ગાળી લો. ગાળ્યા બાદ જે પ્રવાહી નીકળે, તેને એક સ્પ્રે બોટલમાં ભરી દેવું જોઈએ. આમ તમારું સુગંધિત પરફ્યૂમ તૈયાર થઈ જશે.