સેન્કો ગોલ્ડે પોતાનો રૂપિયા 405 કરોડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) રજૂ કર્યું છે. પ્રાઈઝ બેન્ડ રૂપિયા 301-317 નક્કી કરવામાં આવ્યો છે.
ઈશ્યુ સબ્સ્ક્રીપ્શન માટે 4 જુલાઈના રોજ ખુલશે અને 6 જુલાઈ બંધ થશે. જ્યારે એન્કર ઈન્વેસ્ટર્સ માટે બિડ 3 જુલાઈના રોજ ખુલશે.
શેરનું એલોટમેન્ટ 11 જુલાઈને ફાઈનલ થશે. જ્યારે શેરનું ક્રેડિટ 13 જુલાઈના રોજ ખુલશે. 14 જુલાઈના રોજ એક્સચેન્જો પર લિસ્ટેડ થશે.
આ ઈશ્યુમાં રૂપિયા 270 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને તેના પ્રમોટર SAIF પાર્ટનર્સ ઈન્ડિયા IV લિમિટેડ દ્વારા 135 કરોડ સુધી વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.
રૂપિયા 196 કરોડના નવા ઈશ્યુથી મળનારી આવકનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાશે.