સ્વીત્ઝર્લેન્ડ સ્થિત UBS ગ્રુપ ફરી વખત ચર્ચામાં આવી ગઈ છે. બ્લૂમબર્ગના એક અહેવાલ પ્રમાણે UBS ક્રેડિટ સુઈસના આશરે 35 હજાર કર્મચારીની છટણી કરવાની યોજના ધરાવે છે.
અગાઉ ક્રેડિટ સુઈસને અગાઉ સંકટમાંથી બચાવવા માટે સ્વીત્ઝર્લેન્ડ સરકારે દરમિયાનગીરી કરવી પહેલી. ત્યારબાદ UBS (UBS) સંકટગ્રસ્ત ક્રેડિટ સુઈસને ખરીદવા માટે તૈયાર થઈ હતી.
લંડન, ન્યૂયોર્ક અને અન્ય કેટલાક એશિયાઈ દેશોમાં પણ ક્રેડિટ સુઈસ ઈનવેસ્ટમેન્ટ બેંકના બેંકર્સ, ટ્રેડર્સ અને સપોર્ટ સ્ટાફને કંપની નોકરીમાંથી બહાર કરશે.
છટણીની પ્રક્રિયા જુલાઈના અંત ભાગ સુધીમાં થઈ શકે છે. બીજા તબક્કામાં લેઓફ સપ્ટેમ્બર અને ત્યારબાદ ઓક્ટોબરમાં પણ થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે UBS ગ્રુપે ત્રણ મહિના અગાઉ ક્રેડિટ સુઈસને રોકડ કટોકટીથી બચાવી શકાતા હતા. હવે કૉસ્ટ કટિંગને ધ્યાનમાં રાખી છટણીની યોજના બનાવી છે.